બનેવી સાથે વાત કરતી પત્નીનો પતિએ કર્યો વિરોધ તો સાળૂ-સસરાએ પરિવારના 4 લોકોને..

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના બાંદામાં પોલીસે એક જ પરિવારના 4 લોકોની હત્યાનું કોકડું આખરે 55 દિવસ બાદ ઉકેલી લીધું છે. પોલીસે જણાવ્યું કે, મૃતક ચુન્નૂના પુત્ર બાલેન્દ્રની પત્ની અનીતા પોતાના બનેવી ગંગાસાગર સાથે ફોન પર વાત કરી રહી હતી. એટલે બાલેન્દ્ર હંમેશાં તેનાથી નારાજ રહેતો હતો. આ કારણે બંને વચ્ચે તણાવ ઉત્પન્ન થઈ ગયો અને અનીતા ઘર છોડીને પોતાના પિયર જતી રહી. આ વાતને લઈને બંને સાળા (બાલેન્દ્ર અને ગંગાસાગર) વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ અનીતાના પિતા રમબહોરી અને બનેવી ગંગાસાગરે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો.

તેઓ બંને અનીતાના સાસરે ગયા અને ત્યાં ચુન્નૂ સહિત પરિવારના 4 લોકોની હત્યા કરી દીધી. પોલીસે લગભગ 55 દિવસ બાદ હત્યાકાંડનો ખુલાસો કર્યો છે. આરોપી સસરા રામબહોરીની ધરપકડ કરી લેવામાં આવી છે, તો બનેવી ગંગાસાગર અત્યારે પોલીસ પકડથી બહાર છે. આરોપી રામબહોરી પાસેથી પોલીસે ધારદાર હથિયાર અને લોહીથી લથબથ કપડાં જપ્ત કરી લીધા છે.

શું હતો આખો મામલો?

ગત 15 એપ્રિલના રોજ ગિરવા પોલીસ સ્ટેશન વિસ્તારના બડોખર ગામમાં એક જ પરિવારના 4 લોકોની ધારદાર હથિયાર વડે નિર્દયી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાકાંડ બાદ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ પોલીસે હત્યાનો કેસ નોંધી લીધો. પોલીસની ટીમો આ કેસને ઉકેલવામાં લાગેલી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ગિરવા પોલીસ સ્ટેશનના રહેવાસી રામબાહોરિએ 10 વર્ષ અગાઉ પોતાની દીકરી અનીતાના લગ્ન બડોખર ગામના રહેવાસી ચુન્નૂના છોકરા બાલેન્દ્ર સાથે કરાવ્યા હતા.

બાલેન્દ્ર અને અનીતાનો એક 9 વર્ષીય દીકરો પણ છે. અનીતા પોતાના બનેવી ગંગાસાગર જે ચિત્રકૂટનો રહેવાસી છે, તેની સાથે ફોન પર વાતચીત કરી રહી હતી કેમ કે તેમની વચ્ચે અફેર હતું. જેને લઈને પતિ બાલેન્દ્ર હંમેશાં તેનાથી નારાજ રહેતો હતો. બંને વચ્ચે તેને લઈને ઝઘડો પણ થતો રહેતો હતો. પછી અનીતા પોતાના પિયર જતી રહી. છેલ્લા 2 વર્ષથી પત્ની અનીતા પિયરમાં જ રહેતી હતી, જ્યારે દીકરો પ્રાંશુ પોતાના દાદા સાથે રહેતો હતો. ગત માર્ચમાં હોળીના સમય પર બંને સાળા બનેવી અને ગંગાસાગર વચ્ચે આ વાતને લઈને ઝઘડો થઈ ગયો.

મનદુઃખાવાના કારણે 15 એપ્રિલના રોજ બાલેન્દ્રના સસરા અને મોટા જમાઈ ગંગાસગારે મળીને બાલેન્દ્રના માતા-પિતા, મોટી માતા અને તેના દીકરાની નિર્દયી હત્યા કરી દીધી. બાલેન્દ્રનો જીવ માટે એટલે બચી ગયો કેમ કે તે એ સમયે ઘરે નહોતો. પછી બંને આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો અને ત્યારબાદ પોલીસે પુરાવાઓના આધાર પર કડી જોડતા 55 દિવસ બાદ એટલે કે શનિવારે હત્યાકાંડનું કોકડું ઉકેલી લીધું. SP અભિનંદને જણાવ્યું કે, હાલમાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તો બીજા આરોપીની શોધખોળ ચાલી રહી છે. જલદી જ તેની પણ ધરપકડ કરી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp