શું રાજસ્થાનમાં BJPનું ગુજરાત ચૂંટણી મોડલ અપનાવાશે? CM ગેહલોતે આ સંકેતો આપ્યા

PC: livehindustan.com

રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. BJP અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP) રાજસ્થાનમાં સત્તામાં પાછા ફરવાની લડાઈમાં લાગેલી છે, ત્યાં કોંગ્રેસ પણ સરકારને રિપીટ કરવાની તૈયારીમાં લાગેલી છે. આવી સ્થિતિમાં બંને પક્ષોએ પોતપોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. રાજસ્થાનના રાજકારણની જાણકારી ધરાવતા નિષ્ણાતો માને છે કે, CM ગેહલોત આ દિવસોમાં ફ્રન્ટ ફૂટ પર રમી રહ્યા છે. નિષ્ણાતો તો એવું પણ માને છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડે રાજસ્થાન ચૂંટણી માટે CM ગેહલોતને છૂટ આપી છે એટલે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સંબંધિત નિર્ણયો લેવાની સ્વતંત્રતા CM ગેહલોતને આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ BJPનું ગુજરાત ચૂંટણી મોડલ અપનાવી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BJPએ તેના ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. આ પછી જે પરિણામો આવ્યા તે ચોંકાવનારા હતા. ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BJPએ અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો.

ગુજરાતમાં ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં BJPએ અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે. આ ચૂંટણીમાં BJPએ 156 બેઠકો જીતી હતી. આ દરમિયાન BJPએ ગુજરાતમાં તેના ઘણા વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, CM અશોક ગેહલોત સરકાર રાજસ્થાનમાં પણ આવું જ મોડલ અપનાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજસ્થાનમાં પણ ઘણા વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નકારવામાં આવે તેવી શક્યતા છે.

રાજસ્થાનમાં વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે CM ગેહલોત તેમના ઘણા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, CM ગેહલોતે ભૂતકાળમાં એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં કેટલાક ધારાસભ્યોને સારા નંબર મળ્યા નથી. આવી સ્થિતિમાં CM ગેહલોતે પોતાના ધારાસભ્યોને ઈશારા ઈશારામાં એવો સંકેત કર્યો છે કે, રાજસ્થાનના લોકો કેટલાક ધારાસભ્યોના કામથી સંતુષ્ટ નથી. આવી સ્થિતિમાં તે ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનના ધારાસભ્યોનો સર્વે કર્યો હતો. સર્વેમાં કેટલાક ધારાસભ્યોનો ફીડબેક સારો નહોતો. અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ રીતે BJPએ કર્યું હતું. BJPએ તેના ઘણા વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. ચૂંટણી પરિણામો આવ્યા બાદ આ આંકડાએ સૌને ચોંકાવી દીધા હતા. 27 વર્ષનું પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા BJPએ અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે. આ ચૂંટણીઓમાં BJPને 156 બેઠકો મળી હતી.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને CM ગેહલોત મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 30-35 ટકા ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ટિકિટ નકારવામાં આવતા ધારાસભ્યોની સંખ્યા 60 થી 70 સુધી પણ પહોંચી શકે છે. આ દરમિયાન આ અટકળો પણ લગાવવામાં આવી રહી છે.

રાજસ્થાનની રાજનીતિના જાણકારોનું માનવું છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડે રાજસ્થાન ચૂંટણીમાં CM ગેહલોતને નિર્ણયો લેવાની ઘણી હદ સુધી સ્વતંત્રતા આપી છે. આ દરમિયાન એ પણ જોઈ શકાય છે કે, CM ગેહલોતે પાઈલટના મુદ્દે મૌન સેવ્યું છે. તેના મૌનનો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે CM ગેહલોત ચૂંટણીમાં પાયલોટ જૂથના ધારાસભ્યોની ટિકિટને નકારી શકે છે. આવી અટકળો એટલા માટે પણ લગાવવામાં આવી રહી છે, કારણ કે તેઓ રાજસ્થાનમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કરીને પાયલટનો પ્રભાવ ઓછો કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp