શું છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપની ગુજરાત વાળી ફોર્મ્યુલા અપનાવશે?

PC: gujarati.news18.com

છત્તીસગઢમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેને લઇને બધી રાજકીય પાર્ટીઓએ જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. એક તરફ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ફટાફટ નિર્ણયો લઇ રહ્યા છે તો બીજી તરફ ભાજપ સરકાર પર હુમલો કરવાની કોઇ તક છોડતું નથી.

છત્તીસગઢ કોંગ્રેસના સંગઠનમાં આંતરિક નબળાઇઓને દુર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કવાયતમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પાર્ટીના નિષ્ક્રિય નેતાઓ સામે કડક પગલાં લેવાને સંકેત આપી દીધા છે. આ સંકેતો પરથી એવું લાગી રહ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ ભાજપની ગુજરાત ફોર્મ્યુલાને અપનાવવાનો પ્રયાસ કરી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હતું. આ પેટાચૂંટણીઓ અને સિવિક બોડીની ચૂંટણીઓ રાજ્યમાં પાર્ટીના પ્રદર્શનને નક્કી કરવા માટે લિટમસ ટેસ્ટ છે. આ પેટાચૂંટણીમાં અમે જીત્યા હોવાથી પાર્ટીનું પ્રદર્શન ઠીક કહી શકાય. ઉમેદવારોની પસંદગીની વાત કરીએ તો હાલ ધારાસભ્યો અને નેતાઓને મળવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.

બઘેલે કહ્યું કે અમે પાર્ટીના ધારાસભ્યોને લગાતાર એ પણ બતાવી રહ્યા છે કે તેમણે કયા કામ અત્યારે જ કરવાના છે. એવામાં જ્યારે સ્થિતિમાં સુધારો આવશે તો કોઇની ટિકિટ શું કામ કાપવામાં આવે. પરંતુ જો સ્થિતિમાં સુધારો નહીં આવે તો પાર્ટી કડક પગલાં લેતા પણ અચકાશે નહીં. જે પણ ધારાસભ્ય સારું કામ કરશે તેની ટિકીટ નહીં કાપવામાં આવે. જે ધારાસભ્યો નહીં સુધરશે તેની પર પાર્ટી પછી નિર્ણય લેશે. બઘેલે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી ધારાસભ્યોને તેમના પ્રદર્શનના આધારે ટિકિટ આપશે.ખરાબ પ્રદર્શન કરનાર ધારાસભ્યોને તક નહીં મળે.

તાજેતરમાં કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ પણ રાજ્યમાં આવી જ કડકાઈની વાત કરી હતી. મંત્રીઓ, પક્ષના નેતાઓ અને ધારાસભ્યોને કડક સંદેશ આપતા રંધાવે કહ્યું હતું કે ખરાબ પ્રદર્શન કરનારા મંત્રીઓ અને ધારાસભ્યોને 2023ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ છેલ્લું વર્ષ હોવાથી નેતાઓની કામગીરી જોવામાં આવશે. પાર્ટી નેતાઓ અને ધારાસભ્યોને તેમના પ્રદર્શનના આધારે જ ટિકિટ આપવામાં આવશે. એ વાત સ્પષ્ટ છે કે આગામી વિધાનભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ કોઇ પણ ફોર્મ્યુલાને અપનાવવા માટે પીછેહઠ નહી કરે. ગુજરાતમાં ભાજપે ખરાબ પ્રદર્શન કરનારા નેતાઓની ટિકીટ કાપી નાંખી હતી અને આ ફોર્મ્યુલાની ભારે ચર્ચા થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp