શું 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની ડેડલાઇન વધશે? સરકારે કહી આ વાત

PC: livemint.com

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીની ડેડલાઇન નક્કી કરી છે. જો તમારી પાસે અત્યારે પણ 2000 રૂપિયાની નોટ છે તો તેને ડેડલાઇન અગાઉ જમા કરાવી દો. કેમ કે સરકાર 2000 રૂપિયાની નોટોને જમા કરવાની ડેડલાઇન આગળ વધારવાની નથી. સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યું કે, શું 2000 રૂપિયાની નોટો જમા કરાવવાની ડેડલાઇન વધારવામાં આવશે? તેના પર નાણાં મંત્રાલયે જવાબ આપ્યો હતો.

રિઝર્વ બેન્કે 19 મેના રોજ 2000 રૂપિયાની નોટોને પરત લેવાની જાહેરાત કરી હતી. ડેડલાઇન આગળ વધારવા પર સ્થિતિને સ્પષ્ટ કરતા નાણા મંત્રાલયે કહ્યું કે, 2000 રૂપિયાની નોટોને જમા કરાવવાની અંતિમ તારીખ આગળ વધારવામાં નહીં આવે, એટલે કે જેમની પાસે અત્યારે પણ 2000 રૂપિયાની નોટો છે, તેમણે 30 સપ્ટેમ્બર અગાઉ જમા કરાવવી પડશે. સંસદના ચોમાસું સત્રમાં સુપ્રિયા સુલે સહિત કેટલાક સાંસદોએ આ બાબતે પૂછ્યું હતું. સાંસદોના સવાલોનો જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કરી દીધું હતું કે ડેડલાઇનમાં કોઈ પણ બદલાવ કરવામાં નહીં આવે.

તેમણે કહ્યું કે, હાલમાં સરકાર એવું કંઈ વિચારી રહી નથી. જે 2000 રૂપિયાની નોટ પાછી બેંકમાં જમા કરાવવામાં આવી રહી છે, તેના બદલામાં આપવા માટે બીજી કરન્સીનો સ્ટોક ઉપલબ્ધ છે. રિઝર્વ બેન્કે મેમાં સૌથી મોટી કરન્સી 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો હતો. જો કે, રિઝર્વ બેન્કે કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટોને ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ પોલિસી હેઠળ રિઝર્વ બેંક ધીરે ધીરે 2000 રૂપિયાની નોટ બજારથી પાછી મંગાવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંદીની જાહેરાત કરી હતી. ત્યારે 500 અને 1000 રૂપિયાની નોટ ચલણથી બહાર કરી દેવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ ઉથલ-પાથલ મચી ગઈ હતી, પરંતુ પછી નવી નોટ કરન્સી માર્કેટનો હિસ્સો બની. સરકારે 200, 500 અને 2000 રૂપિયાની નોટ લોન્ચ કરી હતી. નવેમ્બર 2016માં નોટબંધી બાદ આગામી ઘણા મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બન્યો રહ્યો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ હાંસલ કરવા માટે બેંકોની લાંબી લાઈનોમાં લાગવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp