મહિલાએ કરી ગામમાં કારખાનું નાખવાની માગ, CM કહે- ચંદ્રયાન જશે તો તમને મોકલી દઈશું

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન પાડોશી ગામમાં કારખાનું ખોલવાની માગ કરી રહેલી એક મહિલાનું કથિત રીતે મજાક ઉડાવતા કહ્યું કે, તેને ચંદ્રયાન-4 મિશન પર મોકલવામાં આવશે. સોશિયલ મીડિયા પર આવેલા એક વીડિયોમાં મહિલાને પોતાના પાડોશી ગામ ભટોલ જટ્ટાંમાં એક કારખાનું સ્થાપિત કરવા માટે કહેતી સાંભળી શકાય છે જેથી મહિલાઓ માટે રોજગારના અવસર ઉત્પન્ન થઈ શકે. આ વીડિયો ક્યાંનો છે એ સ્પષ્ટ થઈ શક્યું નથી.
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર આ સમયે પોતાના જનસંવાદ કાર્યક્રમ હેઠળ હિસાર જિલ્લામાં છે. આ વીડિયોને આમ આદમી પાર્ટીએ ટ્વીટર પર શેર કર્યો છે. ગુરુવાર (7 સપ્ટેમ્બર) બપોરે લગભગ 02:00 વાગ્યે આમ આદમી પાર્ટીએ આ વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, ‘આગામી વખત #chandrayaan જશે તો તમને મોકલી દઇશું. ધિક્કાર છે એવા મુખ્યમંત્રી પર. જેમને જનતાએ સેવા કરવા માટે ચૂંટ્યા હતા. આજે એ જ જનતાનું મજાક ઉડાવી રહ્યા છે. મહિલાનો ગુનો એટલો હતો કે તેણે રોજગાર માટે ફેક્ટ્રી માગી હતી. આ જ માગ જો મોદીજીના અબજપતિ મિત્રોએ પોતાના વ્યક્તિગત ફાયદા માટે કરી હોત તો ખટ્ટર સાહેબ તેમને ગળે લગાવીને આખી સરકારને તેમની સહાયતામાં લગાવી દેતા.’
"अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।"
— AAP (@AamAadmiParty) September 7, 2023
धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं।
महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी
यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt
વિપક્ષી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખટ્ટરની ‘ચંદ્રયાન’ ટિપ્પણીને લઈ ગુરુવારે પ્રહાર કર્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટર પર લખ્યું કે, મહિલાઓ પ્રત્યે તિરસ્કાર અને અપમાન ભાવ, ભાજપ/RSSના DNAમાં જ છે! હરિયાણામાં ભાજપના મુખ્યમંત્રી સત્તાના અહંકારમાં એ જ મહિલા વિરોધી વિચારનું પ્રદર્શન બેશરમીથી કરી રહ્યા છે! એક મહિલાના એ કહેવા પર કે તેમના ક્ષેત્રમાં ફેક્ટ્રી લગાવી દેવામાં આવે, જેથી ત્યાંની અન્ય મહિલાઓને પણ રોજગાર મળી શકે!
BJP के मुख्यमंत्री की सोच देखिए...
— Congress (@INCIndia) September 7, 2023
हरियाणा में एक महिला ने CM खट्टर से कहा कि उसके क्षेत्र में फैक्ट्री लगा दी जाए, जिससे उसे और दूसरी महिलाओं को काम मिल सके।
इसके जवाब में CM चेहरे पर बेशर्म हंसी लिए कहते हैं- अगली बार तुम्हें चंद्रयान से चांद पर भेजेंगे।
और उस गरीब महिला की… pic.twitter.com/wdV47Ow2db
મુખ્યમંત્રી ખટ્ટર સાર્વજનિક રૂપે ઉપહાસ ઉડાવતા કહે છે કે આગામી વખત જ્યારે ચંદ્રયાન ચંદ્ર પર જશે, તો તમને મોકલીશ. તેમણે એમ પણ કહ્યું કે, જન્માષ્ટમીના પાવન અવસર પર જનતા હરિયાણાથી મધ્ય પ્રદેશ સુધી તેમનો અહંકાર તોડશે અને દિવસમાં જ ચાંદ-તારા પણ દેખાડશે. સોશિયલ મીડિયા પર લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકોએ કહ્યું કે આગામી ચૂંટણીમાં ખટ્ટરને સત્તાથી બહાર કરી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp