શિવરંજનીએ જણાવ્યું-ધીરેન્દ્ર શાસ્ત્રીને કેમ કહે છે પ્રાણનાથ? બાબા બાગેશ્વર...

PC: abplive.com

પ્રસિદ્ધ કથાવાંચક અને હિન્દુ રાષ્ટ્રની માગ કરનારા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના નિવેદનોના કારણે મોટા ભાગે ચર્ચામાં રહે છે. બાબા બાગેશ્વર લગ્ન ક્યારે અને કોની સાથે કરશે? આ સવાલ તેમના ભક્તોના મનમાં હવે ઉઠવા લાગ્યા છે. એવામાં એક યુવતીએ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. યુવતીની ઓળખ શિવરંજની તિવારીના રૂપમાં થઈ છે. બાબાને મળવા પહોંચેલી શિવરંજનીની તબિયત અચાનક બગડી ગઈ છે. શિવરંજનીએ એ પણ જણાવ્યું કે, તે ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રાણનાથ કેમ કહે છે.

શિવરંજની તિવારી મેડિકલની વિદ્યાર્થિની છે. તે MBBCનો અભ્યાસ કરી રહી છે. શિવરંજની તિવારી મધ્ય પ્રદેશના સિવની જિલ્લાની રહેવાસી છે. તેની ઈચ્છા બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની છે. ગત દિવસોમાં ગંગોત્રીથી બાબા બાગેશ્વર ધામ છતરપુર માટે શિવરંજનીએ એક કળશ યાત્રા કાઢી હતી. પોતાના પ્રાણનાથને મળવા શિવરંજની પગપાળા જ છતરપુર માટે નીકળી પડી. કાલે એટલે કે 14 જૂનના રોજ છતરપુર પહોંચેલી શિવરંજનીની અચાનક તબિયત બગડી ગઈ.

નબળાઈ એટલી હદ સુધી વધી ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેનું સ્વાસ્થ્ય અત્યારે સુધારી રહ્યું છે. ડૉક્ટર બનનારી શિવરંજનીએ જ્યારે કળશ યાત્રાની શરૂઆત કરી હતી, ત્યારે તેણે ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાનો પ્રાણનાથ કહ્યો હતો. છતરપુર પગપાળા પહોંચ્યા બાદ શિવરંજનીએ જણાવ્યું કે, તે બાબા બાગેશ્વરને પ્રાણનાથ કેમ કહે છે. તેણે કહ્યું કે, બાબા બાગેશ્વર બધાના પ્રાણો સાથે છે. તે બધાના મનના અંદરની વાત જાણે છે. આ જ કારણે હું તેમને પોતાના પ્રાણનાથ કહું છું.

ઉલ્લેખનીય છે કે, 20 વર્ષીય શિવરંજની બાબા બાગેશ્વર સાથે લગ્ન કરવા માગે છે. શિવરંજનીએ જણાવ્યું કે, તે ખૂબ પહેલાથી ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળે છે. પગપાળા કરીને શિવરંજની છતરપુર પહોંચી ગઈ છે, લગભગ 1150 કિલોમીટરની દૂરી નક્કી કરતા આ ભીષણ ગરમીમાં શિવરંજની પોતાના પિતા અને ભાઈ સાથે બુંદેલખંડના મોહબા પહોંચી છે. જ્યાં ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કર્યું. મહિલાઓએ મંગળ ગીતો ગત તેની આરતી ઉતરી, પરંતુ અત્યાર સુધી તેની બાબા બાગેશ્વર સાથે મુલાકાત થઈ શકી નથી. પગપાળા કરીને શિવરંજની છતરપુર પહોંચી ગઈ છે મુલાકાત અગાઉ જ તેની તબિયત ખરાબ થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp