13 દિવસથી બંધ છે રાજસ્થાનનો આ વિસ્તાર, 60 લોકોએ કરાવ્યું સામૂહિક મુંડન,જાણો કારણ
રાજસ્થાનના બિકાનેર જિલ્લાથી ખાજુવાલા અને છત્તરગઢ તાલુકાને અલગ કરીને અનુપગઢ જિલ્લામાં સામેલ કરવાના વિરોધ હવે ઉગ્ર થતો જઈ રહ્યો છે. આ વિરોધનાં કારણે છેલ્લા 13 દિવસથી ખાજુવાલા વિસ્તારના બજાર પૂરી રીતે બંધ છે. બંને તાલુકામાં 37 લોકો બે દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. તો 5 ડઝનથી વધુ લોકોએ ધરણાસ્થળ પર સામૂહિક રૂપે મુંડન કરાવીને અશોક ગહલોત સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, પછી જે થાય તે પોતાની માગ મનાવીને જ રહેશે. માગો ન માનવા સુધી અનિશ્ચિતકાળ માટે બજાર બંધ કરવામાં આવ્યા છે.
આંદોલનના 13માં દિવસે એટલે કે શનિવારે આંદોલનકારીઓએ ફરી ચક્કા જામ કર્યો હતો. રાજીવ સર્કલ પર મોટી સંખ્યામાં પહોંચેલા ગ્રામજનોએ ચક્કા જામ કરીને સરકાર વિરુદ્ધ નરેબાજી કરી હતી. ચક્કા જામ થવાના કારણે બસોથી આવતા લોકોને પગપાળા જ ચાલવું પડ્યું હતું. તો મેડિકલ સેવાઓને પણ શનિવારે બંધ રાખવામાં આવી હતી. સંઘર્ષ સમિતિનું કહેવું છે કે, સરકાર ગ્રામજનોની રાહની પરીક્ષા લઈ રહી છે. આશ્વાસન બાદ પણ અત્યાર સુધી સરકાર પાસે કોઈ જવાબ ન મળવાથી ગ્રામજનોમાં ગુસ્સો વધતો જઈ રહ્યો છે.
સમય રહેતા સરકાર નિર્ણય કરે નહિતર ફરી ગ્રામજનો પ્રશાસનને ઠપ્પ કરશે. ધરણાં સ્થળ પર રેટિયો લઈને શાંતિપૂર્વક આંદોલન કરી રહેલી ખાજુવાલા સંઘર્ષ સમિતિએ હવે આંદોલન વધુ તેજ કરવાની ચેતવણી આપી છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેમની એક માગ છે અથવા તો ખાજુવાલા અને છત્તરગઢને બિકાનેર જિલ્લામાં યથાવત રાખવામાં આવે કે પછી તેમને મળાવીને નવો જિલ્લો બનાવવામાં આવે, પરંતુ બંને ક્ષેત્રોને અનુપગઢ જિલ્લામાં કોઈ પણ હિસાબે સામેલ ન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ગહલોત સરકારે હાલમાં જ રાજ્યમાં 19 નવા જિલ્લા અને 3 પેટાવિભાગોની રચના કરી છે. તેના માટે ઘણા જિલ્લાઓને તોડવામાં આવ્યા છે. બિકાનેરના ખાજુવાલા અને છત્તરગઢને પણ આ જિલ્લાથી કાપીને નવા બનાવાયેલા અનુપગઢ જિલ્લામાં સામેલ કરવામાં આવ્યા છે. તેના માટે આ ક્ષેત્રોના લોકો ક્યારેય રાજી નથી. તો તેઓ આંદોલન પર ઉતરી આવ્યા. એવી પરિસ્થિતિ માત્ર અહીં જ નહીં, પરંતુ રાજ્યના અન્ય હિસ્સાઓમાં પણ આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp