શું દક્ષિણમાં 'કમળ' સુકાઈ જશે? આંતરિક સરવેથી ઉત્સાહિત કોંગ્રેસ, 'સ્વામી'ને આશા

PC: amarujala.com

કર્ણાટક વિધાનસભામાં આવતા વર્ષે એપ્રિલ 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તારૂઢ BJP અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે કમર કસી લીધી છે. જો કે, 224 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સંભાવનાઓ વધુ સારી દેખાઈ રહી છે. પરંતુ બંને મુખ્ય પક્ષો માટે 113 બેઠકોના જાદુઈ આંકડા (બહુમતી) સુધી પહોંચવું બહુ સરળ લાગતું નથી. આ વખતે કર્ણાટક વિધાનસભામાં ત્રિશંકુ વિધાનસભા બને તેના સંકેતો વધુ છે.

આવી સ્થિતિમાં જનતા દળ (સેક્યુલર) ચૂંટણી પછી ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ રહ્યું છે. જેમ કે આ પાર્ટીએ 2018ની ચૂંટણીની સાથે ઘણી વખત આવું કર્યું છે.

કોંગ્રેસના કેટલાક નેતાઓના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટીના આંતરિક સર્વેક્ષણો દર્શાવે છે કે તે આગામી ચૂંટણીમાં લગભગ 90-105 બેઠકો સાથે બહુમતીથી ઓછી પડી શકે છે. સૂત્રો સાથે વાત કરતા કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે આ વખતે કોંગ્રેસ પાર્ટી 2018ની ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કરવાની સ્થિતિમાં છે.

તેમણે કહ્યું કે, જ્યારે અમારા કેટલાક ધારાસભ્યોના પક્ષપલટા પહેલા અમે 80 બેઠકો જીતી હતી. અમારા સર્વે મુજબ, અમે બેલગાવી અને કલ્યાણ કર્ણાટક પ્રદેશોમાં અમારી સંખ્યામાં સુધારો કરીશું. કલ્યાણા કર્ણાટક પ્રદેશમાં કોંગ્રેસની સંભાવનાઓને વેગ આપતા પરિબળોમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેનું કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનવું પણ છે. જેઓ આ પ્રદેશના કાલબુર્ગી જિલ્લામાંથી આવે છે.

ભ્રષ્ટાચાર અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના મુદ્દે BJP વિરૂદ્ધ કોંગ્રેસ પક્ષના અભિયાનની અસર રાજ્યના કેટલાક ભાગોમાં પણ પડવાની અપેક્ષા છે.

BJPના સૂત્રોનું કહેવું છે કે, અનેક કારણોસર પાર્ટીની સત્તામાં વાપસીની શક્યતા ઓછી જોવામાં આવે છે. જેમાં અસંતુષ્ટ નેતાઓની સંખ્યા વધવી, ભૂતપૂર્વ મંત્રીઓ KS ઇશ્વરપ્પા અને રમેશ જરકીહોલીને કેન્દ્રના મંત્રીમંડળ કેબિનેટમાં સામેલ ન કરવા બદલ પાર્ટીમાં નારાજગી પ્રવર્તી રહી છે.

ગયા વર્ષે પાર્ટીના દિગ્ગજ નેતા BS યેદિયુરપ્પાના CM તરીકે તેમને પદ પરથી હટાવવાની અસર BJPના લિંગાયત સમર્થન આધાર પર અસર પડી શકે છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, BJPના આંતરિક સર્વેક્ષણો અનુસાર, ગત ચૂંટણીમાં 104 બેઠકોની સરખામણીમાં આ વખતે પાર્ટી 70-80 બેઠકો સુધી જ સીમિત રહી શકે છે. પાર્ટીમાં કેટલાક નેતાઓનો અભાવ છે, જેમ કે યેદિયુરપ્પા જેમના નેતૃત્વમાં BJPએ ઘણી ચૂંટણીઓ લડી હતી. તેમની ગેરહાજરીથી પાર્ટીને નુકસાન થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp