એક ફોન કોલે મુંબઇ પોલીસની ઉડાવી ઊંઘ, કોલર બોલ્યો-1993ની જેમ થશે બ્લાસ્ટ, દંગા...

PC: india.com

દેશની આર્થિક રાજધાનીમાં એક ફોન કોલથી પોલીસ હરકતમાં આવી ગઇ છે. એક વ્યક્તિએ મુંબઇ પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને શહેરના કેટલાક વિસ્તારમાં બોમ્બ ધમાકા થવાની વાત કહી છે. પોલીસને ફોન કરનારા વ્યક્તિએ કહ્યું કે, મુંબઇમાં વર્ષ 1993ની જેમ જ ઠેર-ઠેર બોમ્બ ધમાકા થશે. અજાણ્યા કોલરની વાત સાંભળીને પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો છે. તો મહારાષ્ટ્રના આતંકરોધી ટીમને તેની જાણકારી આપી દેવામાં આવી છે.

જાણકારી બાદ ATS પણ હરકતમાં આવી ગઇ છે. રિપોર્ટ્સ મુજબ, મુંબઇ પોલીસને શનિવારે અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. કોલરે દાવો કર્યો હતો કે, 2 મહિનાની અંદર બાઇ કે માહિમ, ભિંડી બાજાર, નાગપાડા અને મદનપુર વિસ્તારમાં બોમ્બ ધમાકા થશે. એ સિવાય દંગા પણ થશે. તેના માટે બીજા રાજ્યોમાંથી લોકો બોલાવવામાં આવ્યા છે. કોલરની ધમકી ભરેલા કોલથી મુંબઇ પોલીસના હોશ ઊડી ગયા. પોલીસ તાત્કાલિક કોલને ટ્રેસ કરવાના પ્રયાસમાં લાગી ગઇ છે, જેથી કોલરની જાણકારી મેળવી શકાય. આ ધમકી ભરેલા કોલથી મહારાષ્ટ્ર ATS પણ એક્ટિવ થઇ ગઇ છે.

ATSએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. ATSએ વ્યક્તિને મુંબઇના મલાડ વિસ્તારના પઠાનવાડીથી કસ્ટડીમાં લીધો છે. જો કે, અત્યાર સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે આરોપીએ આ ધમકી કોના કહેવા પર અને કેમ આપી. કહેવામાં આવી રહ્યું છે કે ATS આગળની પૂછપરછ માટે આરોપીને આઝાદ મેદાન પોલીસને સોંપી દેશે.

1993ના ધમકાઓએ મુંબઇને હચમચાવી મૂક્યું હતું:

વર્ષ 1993માં મુંબઇ શહેર માત્ર 2 કલાક અને 10 મિનિટમાં ધધકી ઉઠ્યું હતું. શુક્રવાર, 12 માર્ચ 1993ની બપોરે દોઢ વાગ્યાથી લઇને 3:40 વાગ્યા વચ્ચે શહેરમાં તબાહી મચી ગઇ હતી. એક બાદ એક 13 બોમ્બ ધમાકાઓએ શહેરને ઓળખ આપતી ઇમરતોને નિશાનો બનાવી હતી. પહેલો નિશાનો બન્યું આર્થિક ગતિવિધિનું પ્રતિક બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE). દક્ષિણ તરફથી એર ઇન્ડિયાની ઇમારતથી લઇને પશ્ચિમમાં લેન્ડ્સ એન્ડ મેમ સી રોક હોટલ સુધી ધમાકાઓના અવાજો ગુંજી ઉઠ્યા હતા.

દક્ષિણપંથી પાર્ટી શિવસેનાનું હેડક્વાર્ટર આ હુમાલાઓનું એક સ્વાભાવિક નિશાનો હતું કેમ કે આ ધમાકા ડિસેમ્બર 1992 અને જાન્યુઆરી 1993માં થયેલા સાંપ્રદાયિક દંગાઓનો બદલો લેવા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો માર્યા ગયા હતા. મુંબઇમાં દંગા હિન્દુ કટ્ટરપંથીઓ દ્વારા ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદને ધ્વસ્ત કરવાના કારણે ભડક્યા હતા. આ દંગાઓના કારણે પોતે મુંબઇના લોકો પહેલા જ વહેંચાઇ ચૂક્યા હતા. વર્ષ 1993માં થયેલા ધમકાઓમાં 257 લોકોના મોત થઇ ગયા હતા અને 1,400 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મુંબઇની ચેતના માટે પણ એક ભારે ઝટકો સાબિત થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp