વિપક્ષી એકતા મીટિંગ પર સ્મૃતિ ઈરાનીનો કટાક્ષ-વરુઓ ઝૂંડમાં શિકાર કરે છે, પણ તેઓ..

PC: ndtv.com

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા સ્મૃતિ ઈરાનીએ પટનામાં આયોજિત વિપક્ષી પાર્ટીઓની બેઠક પર કટાક્ષ કરતા કહ્યું કે, “વરુઓ ઝૂંડમાં શિકાર કરે છે, પરંતુ તેમને ખબર નથી કે તેઓ સિંહનો શિકાર નહીં કરી શકે.” તેમણે આરોપ લગાવ્યો કે, વિપક્ષી પાર્ટીઓનો ટારગેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં, પરંતુ દેશની જનતા અને સરકારી ખજાનો હતો. મોદી સરકરના 9 વર્ષ પૂર્ણ થવા પર ઈન્દોરમાં આયોજિત એક સાર્વજનિક સભાને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જેવી જ હું ઈન્દોર આવી, મીડિયાએ મને પૂછ્યું કે કાલે પટનામાં વિપક્ષી પાર્ટીઓની મીટિંગ પર મારી શું પ્રતિક્રિયા છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “અંગ્રેજીમાં એક કહેવત છે કે, "વરુઓ ઝૂંડમાં શિકાર કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેઓ સિંહનો શિકાર નહીં કરી શકે.” સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો કે, ‘ત્યાં વિપક્ષી પાર્ટીઓનો જમાવડો થયો, પરંતુ નિશાનો મોદી નહીં, પરંતુ તમે (જનતા) અને ભારતનો ખજાનો છે. હું જાણું છું કે, જ્યારે કોઈ વ્યક્તિ ખજાના પર ખરાબ નજર નાખે છે તો બસ ઘરની મહિલાને સાવધાન કરી દો અને દુશ્મન પોતાની જાતે નિષ્ફળ થઈ જાય છે. તેમણે દાવો કર્યો કે, વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ઊંડા મતભેદ રહેલા છે.'

સ્મૃતિ ઈરાનીએ વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'જે પોતાનું ઘર પણ સંભાળી શકતા નથી, તે ભારત શું સંભાળશે?' પટનામાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને પગે પડવા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘અમારમાંથી જે લોકો સંસદમાં છે. તેઓ જાણે છે કે બેનર્જીએ યાદવને એક ભ્રષ્ટ નેતા બતાવ્યા હતા.' તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યાક્ષ રાહુલ ગાંધી, PDP અધ્યક્ષ મહબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા પર પણ નિશાનો સાધ્યો.

સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું કે, "પટનામાં આ પાર્ટીઓ વચ્ચે ખૂબ સારો સૌહાર્દ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરથી 370 હટાવી દીધી. આજે હું વિનમ્રતાપૂર્વક ગાંધી પરિવારને પૂછું છું તેઓ તેઓ ભારત સાથે છે કે કલમ 370 સાથે? શું તેઓ ભગવાન રામ સાથે છે કે એ લોકો સાથે જેમણે કોર્ટમાં ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા એફિડેવિટ દાખલ કરી છે. ઇન્દોરની પ્રમુખ મહિલાઓ સાથે બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ઈરાનીએ કહ્યું કે, પટનામાં એકત્ર થયેલા ખંડિત વિપક્ષે સંકેત આપ્યો કે, વિપક્ષી પાર્ટીઓ અંગત હિતો માટે એકજૂથ થવાનો પ્રયાસ કરી રહી છે.'

તેમણે કહ્યું કે, વિપક્ષની બેઠકમાં આમ આદમી પાર્ટીનું મંતવ્ય સામે આવ્યું છે અને આ બેઠકમાં વિપક્ષની ઇનિંગ રાજનૈતિક બ્લેકમેલિકથી શરૂ થઈ છે. લાલુ પ્રસાદ યાદવે વિપક્ષની બેઠકમાં ગાંધી પરિવારના ઉત્તરાધિકારીની મજાક ઉડાવી. તેનાથી ખબર પડે છે કે વિપક્ષ પાર કોઈ ઠોસ રાષ્ટ્રીય, રાજનૈતિક અને આર્થિક મુદ્દા નથી. પટના બેઠકમાં કુલ 17 વિપક્ષી પાર્ટીઓએ ભાજપને વર્ષ 2024માં હરાવવા માટે એકજૂથ થઈને ચૂંટણી લડવા અને મતભેદ ભૂલીને સાથે કામ કરવાનો સંકલ્પ લીધો. સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાનની અમેરિકા યાત્રાથી દુનિયામાં ભારતનું માન વધ્યું છે અને તેમને વિભિન્ન વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ કરવાની જાહેરાતનો સંદર્ભ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp