26th January selfie contest

હાથ તોડી સાવકી મા દવાખાને લઈ ગઈ પ્રાઇવેટ પાર્ટમાં લાકડુ જોઈ ડૉક્ટરે ભાંડો ફોડ્યો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં સાત વર્ષની માસૂમ સાથે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ દત્તક લીધેલી બાળકી સાથે અમાનવીયતાની તમામ હદો વટાવી દીધી હતી. આરોપ છે કે મહિલાએ માસૂમને કુકર અને અસ્ત્રીથી દઝાડી દીધી હતી. છોકરીનો હાથ મરોડીને તોડી નાખ્યો હતો.

આનાથી પણ તે ક્રૂર મહિલાને દિલમાં સંતોષ ના થયો, તો તેણે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં લાકડી નાખી દીધી હતી. આ કેસમાં પોલીસે આરોપી મહિલા અને તેના પતિની ધરપકડ કરી છે. આ મામલો શહેરના ધુમાનગંજ વિસ્તારનો છે.

મળતી માહિતી મુજબ, થોડા વર્ષો પહેલા આરોપી મહિલાએ બાળકીને દત્તક લીધી હતી. આરોપી મહિલા બાળકને નોકરાણીની જેમ ઘરનું કામ કરાવવા માટે મજબૂર કરતી હતી. જો માસૂમથી કોઈ ભૂલ થઈ જાય તો તે તેને ટોર્ચર કરતી હતી.

શનિવારે માસૂમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જનારી આરોપી મહિલાએ ડોક્ટરોને જણાવ્યું કે, રમતી વખતે બાળકીનો હાથ તૂટી ગયો હતો, પરંતુ ડોક્ટરોએ બાળકીની હાલત જોઈને મામલાની તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન ડોક્ટરોને આરોપી મહિલા દ્વારા બાળકી સાથે કરવામાં આવેલી ક્રૂરતા વિશે ખબર પડી. તબીબોએ બાળકીના શરીર પર ઉઝરડા અને દાઝવાના નિશાન જોયા. તેમજ યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં લાકડું પડેલું હતું. જે બાદ ડોક્ટરોએ પોલીસને સમગ્ર મામલાની જાણકારી આપી હતી.

જ્યારે પોલીસે બાળકીની પૂછપરછ કરી તો ખબર પડી કે, તે કાનપુરની રહેવાસી છે. તેના માતા-પિતા આ દુનિયામાં નથી. કોઈ તેને લખનઉં લાવ્યું અને ત્યાંથી આ બાળકીને આરોપી મહિલાએ દત્તક લીધી હતી.

મળતી માહિતી મુજબ, આ મહિલા 4 મહિના પહેલા ધુમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રીતમ નગરમાં બનેલા સનશાઈન એપાર્ટમેન્ટના B બ્લોકના ફ્લેટ નંબર 102માં માસૂમ સાથે આવી હતી.

આરોપી મહિલાનો પતિ અરુણ સિંહા કેન્ટોનમેન્ટની આર્મી સ્કૂલમાં શિક્ષક છે અને એક વર્ષ પહેલા આ ફ્લેટમાં તેની પત્ની અંજના સિંહા સાથે રહેવા આવ્યો હતો. દંપતી આ બાળકીને તેમના સંબંધીની પુત્રી કહેતા હતા અને દત્તક લેવાની વાત કરી હતી. હાલ બાળકીની હાલત ગંભીર છે અને તેને કેન્ટોનમેન્ટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

જ્યારે, આ મામલામાં ધૂમનગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેશ કુમાર મૌર્યએ કહ્યું કે, આરોપી દંપતી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આરોપી અંજના સિન્હા અને તેના પતિ અરુણ કુમાર સિંહાની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp