પોલીસ સ્ટેશન સામે મહિલા ઉડાવવા લાગી 500-500ની નોટ, કારણ જાણીને રહી જશો દંગ
નીમચ શહેરના સૌથી વ્યસ્તતમ રોડ અને કેંટ પોલીસ સ્ટેશનનની બરાબર સામે એ સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે મહિલા પોતાની બેગમાંથી 500-500 રૂપિયાની નોટ ઉડાવવાની શરૂ કરી દીધી. આ નજારો જોઈ દરેક અચંબિત થઈ ગયું. રસ્તે ચાલતા લોકો પોત પોતાના વાહનોને રોકીને નોટ ઉડાવી રહેલી મહિલાને જોવા લાગ્યા. જેથી ત્યાં જામની સ્થિતિ બની ગઈ. એ જોઈને પોલીસે મોરચો સંભાળવો પડ્યો અને ભીડને વિખેરવી પડી.
શહેરના રાજીવ નગરની રહેવાસી એક મહિલા (ઉંમર 50 વર્ષ) ગુરુવારે રાત્રે લગભગ 8:00 વાગ્યે કેંટ પોલીસ સ્ટેશન પહોંચી અને અચાનક પોતાની બેગમાંથી 500-500 રૂપિયની નોટ રોડ વચ્ચે ઉડાવવા લાગી. નોટોનો વરસાદ થતો જોઈને રસ્તે જતા લોકો અચંબામાં પડી ગયા. વાહન રોકીને મહિલાનો આ હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા લાગ્યા. આ ડ્રામાના કારણે રસ્તો જામ થઈ ગયો અને બંને તરફથી વાહનોની લાઇન લાગી ગઈ.
નોટ ઉડાવનાર મહિલાએ જણાવ્યું કે પોલીસ તેની સુનાવણી કરી રહી નહોતી. અરજી પર કાર્યવાહી માટે લાંચ માગવામાં આવી રહી હતી, એટલે મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ સામે નોટ ઉડાવી. મહિલાનો આરોપ છે કે સગા દીકરાએ એક વર્ષ અગાઉ તેની સાથે મારામારી કરી હતી. પોલીસમાં ફરિયાદ કરી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ એટલે તેને મજબૂરીવશ થઈને આ પગલું ઉઠાવવું પડ્યું. જો કે, આ ઘટનાને લઈને પોલીસ તરફથી કોઈ અધિકૃત નિવેદન સામે અવાયું નથી.
તો અન્ય જાણકારીથી ખબર પડી કે મહિલા મોટા ભાગે આ પ્રકારનો હાઇ વૉલ્ટેજ ડ્રામા કરતી રહે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેંટ પોલીસ સ્ટેશન બહાર હોબાળો કરનારી મહિલાનું નામ શાંતિ બાઈ છે. તે NCCની સેવાનિવૃત્ત કર્મચારી છે. મહિલાનો એક દીકરો આશિષ લોટ છે અને તે વ્યવસાયે ડાન્સ ટીચર છે. મહિલાનો પોતાના દીકરા સાથે મોટા ભાગે ઝઘડો થતો રહે છે. લગભગ 6 મહિના અગાઉ પણ મહિલાએ પોતાના દીકરા પર તેના બેંક ખાતામાંથી પૈસા કાઢવાની ફરિયાદ કેંટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
તો એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિલા મોટા ભાગે કોઈક ને કોઈક વિભાગમાં જઈને પોતાની સમસ્યા બતાવતી રહે છે. ત્યાંના કર્મચારીઓ સાથે વાદ-વિવાદ કરે છે. થોડા દિવસ અગાઉ આ મહિલાએ કોર્ટમાં એક પોલીસકર્મીને થપ્પડ પણ અમારી દીધી હતી. આ કેસમાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, મહિલા 6 મહિના અગાઉ દીકરા વિરુદ્ધ મારમારીનો કેસ નોંધાવ્યો હતો, જે કોર્ટમાં વિચારાધીન છે. મહિલા મોટા ભાગે આ પ્રકારના ડ્રામા શાસકીય ઓફિસોમાં જઈને કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp