Video: દત્તક ગૃહમાં બાળકી બૂમો પાડતી રહી અને પ્રોગ્રામ મેનેજર તેને મારતી રહી

PC: freepressjournal.in

છત્તીસગઢના કાંકેર શહેરમાં માસૂમ બાળકીઓ સાથે બર્બરતાનો એક ડરાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીંનું શિવનગર સ્થિત દત્તક ગ્રહણ કેન્દ્ર માસૂમો માટે યાતના ગૃહ બની ગયુ છે. અહીં બાળકોની દેખરેખ અને ભરણ પોષણ નહીં પરંતુ, બાળકો સાથે બર્બરતા કરવામાં આવી રહી છે. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કઈ રીતે એક મહિલા બાળકીના વાળ પકડીને તેને ઉંચકીને જમીન પર પટકી રહી છે. આ વીડિયોના સામે આવ્યા બાદ આ કેન્દ્રોમાં બાળકીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક મહિલા બાળકીઓને માર મારી રહી છે. મહિલાએ એક બાળકીને પહેલા તમાચા માર્યા પછી વાળ પકડીને ઉંચકીને જમીન પર પટકી દીધી. જમીન પર પડેલી બાળકીને ફરીથી ઊભી કરીને એક હાથ પકડી પલંગ પર પટકી દીધી. આ દરમિયાન બાળકી બૂમો પાડતી રહી અને રડવા માંડી હતી પરંતુ, મહિલાને તેના પર દયા ના આવી અને તે તેને માર મારતી રહી. આ દરમિયાન પાસેથી બે આયા પણ પસાર થાય છે પરંતુ, તેમની હિંમત નથી થતી કે આ બર્બરતાને તેઓ રોકી શકે. ત્યારબાદ મહિલા બીજી દૂર ઊભી રહેલી બાળકીને પાસે બોલાવીને તેને પણ નિર્દયતાપૂર્વક માર મારે છે. આટલું કર્યા બાદ પણ મહિલાનો ગુસ્સો શાંત નથી થતો તો તે બાળકોને અપશબ્દો કહે છે.

તમને એ જાણીને નવાઈ લાગશે કે આ વીડિયોમાં દેખાઈ રહેલી મહિલા કોઈ બીજું નહીં પરંતુ, અહીં પદસ્થ પ્રોગ્રામ મેનેજર સીમા દ્વિવેદી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે બાળકીઓને અવાર નવાર માર મારતી રહે છે, જેના કારણે બાળકીઓ પણ ડરેલી રહે છે.

કાંકેરના આ દત્તક ગ્રહણ કેન્દ્રમાં 0થી 6 વર્ષ સુધીના અનાથ બાળકોને રાખવામાં આવે છે. અહીં બહારના લોકોના આવવા પર પ્રતિબંધ છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જે રાત્રે પ્રોગ્રામ મેનેજર બંધ કરી દે છે. મેનેજરની આ હરકતથી બાળકીઓની સુરક્ષા પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

કેન્દ્રની મહિલા મેનેજર વિરુદ્ધ જેણે પણ અવાજ ઉઠાવ્યો તેને કાઢી મુકવામાં આવ્યા. તેનો વિરોધ કરનારા 8 કર્મચારીઓને એક વર્ષમાં બહાર કાઢી મુકવામાં આવ્યા છે. ફરિયાદ મહિલા બાળ વિકાસ વિભાગ સુધી પહોંચી પણ કોઈ કાર્યવાહી ના થઈ. કાર્યવાહી ના થવાથી પ્રોગ્રામ મેનેજરની હિંમત વધી ગઈ અને તે બાળકો સાથે આ પ્રકારની બર્બરતા કરતી રહી જે હજુ પણ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp