ઝેરના પેકેટની તસવીર મોકલી તો BFએ લખ્યું OK, પછી યુવતીએ કરી લીધી આત્મહત્યા

PC: aajtak.in

મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં પરિણીત યુવતીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. ઝેર ખાવા અગાઉ તેણે પોતાના પ્રેમીને ઝેરના પડીકાઓની તસવીર મોકલી હતી. પ્રેમીએ તેનો મેસેજ જોયો અને OK લખીને મોકલ્યું. ત્યારબાદ યુવતીએ ઝેર ખાઈ લીધું. ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં તેનું મોત થઈ ગયું. સામે આવ્યું કે, પ્રેમી યુવતીને પરેશાન કરતો રહેતો હતો, એટલે તેણે આ પગલું ઉઠાવ્યું છે. આ ઘટના જિલ્લાના ભિતરવાર તાલુકાના મોહનગઢ ગામની છે.

22 વર્ષીય પૂનમ બાથમના લગ્ન દેવરા ગામમાં થયા હતા, પરંતુ ત્યારબાદ તેણે પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. લગભગ એક વર્ષ અગાઉ પૂનમના બીજા લગ્ન ઉત્તર પ્રદેશના સમશાબાદના રહેવાસી વ્યક્તિ સાથે કરવામાં આવ્યા હતા. લગભગ 10 દિવસ અગાઉ પૂનમ પોતાના પિતાના ઘરે મોહનગઢ ગામે આવી હતી. સામે આવ્યું કે, પૂનમનો ગામના જ એક યુવક જશરથ સાથે ઘણા સમયથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. 2-3 દિવસ અગાઉ તેની પોતાના પ્રેમી સાથે કોઈ વાત પર ઝઘડો થઈ ગયો હતો.

બંને વચ્ચે વાત થઈ રહી નહોતી. ગુસ્સે ભરાયેલી પૂનમે ઝેર (સલ્ફર)ના પડીકાઓની તસવીરો પ્રેમીના વૉટ્સએપ પર મોકલી. યુવકે મેસેજ જોયો અને જવાબમાં OK લખી દીધું. ત્યારબાદ પૂનમે ઝેર ખાઈ લીધું. પૂનમની તબિયત બગડી ગઈ. ઇમરજન્સીમાં તેને સારવાર માટે પહેલા તો ભિતરવાર સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવામાં આવી હતી, પછી ત્યાંથી ગ્વાલિયર જિલ્લા હૉસ્પિટલ માટે રેફર કરી દેવામાં આવી. 29 જુલાઇ (શનિવાર)એ સારવાર દરમિયાન પૂનમનું મોત થઈ ગયું.

પૂનમે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, તેનું કહેવું હતું કે, યુવક તેને ઘણા દિવસોથી પરેશાન કરી રહ્યો હતો. ભિતરવાર પોલીસ સ્ટેશનના પ્રભારી રમાકાંત ઉપાધ્યાયનું કહેવું છે કે યુવતીનો ઝેરી પદાર્થ ખાધા બાદ ગ્વાલિયરમાં મોત થયું છે. કેસ નોંધી લેવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, 2-3 દિવસ અગાઉ જ તેની પોતાના પ્રેમી સાથે વાત થઈ હતી અને કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધુ ગયો હતો કે છોકરીએ આત્મહત્યા કરી લેવાનું વિચારી લીધું, પરંતુ આત્મહત્યા કરવા અગાઉ પોતાના પ્રેમીને ઘણી વખત ચેતવ્યો. તેના પુરાવા પણ મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp