ડ્રાઈવરે મહિલાને કારની બોનેટ પર 500 મીટર સુધી ઘસડી, જુઓ Video

રાજસ્થાનના હનુમાનગઢમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ઘટના બુધવારની છે. જ્યાં બપોરે હનુમાન જંક્શનના મેઇન બસ સ્ટેન્ડની નજીક એક કારના બોનેટ પર મહિલા લટકતી જોવા મળે છે. કારનો ડ્રાઈવર તે મહિલાને લગભગ 500 મીટર સુધી ઘસડી જાય છે. આ દરમિયાન ઘણાં લોકો મહિલાને બચાવવા કારની પાછળ ભાગ્યા પણ કાર ચાલકે ગાડી ઊભી રાખી નહીં. આ આખી ઘટના બસ સ્ટેન્ડની આસપાસ લગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારની ઓળખ કરી લીધી છે. મહિલા અને કાર ડ્રાઈવરની શોધ કરવામાં આવી રહી છે.
મામલો શું છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જ્યારે હનુમાન જંક્શનના બસ સ્ટેન્ડની સામે એક કાર ખોટી બાજુથી વળી રહી હતી, ત્યારે જ એક મહિલા કારની સામે આવીને ઊભી રહી ગઇ. ડ્રાઈવર મહિલા પર કાર ચઢાવવાનો પ્રયાસ કરી ભાગવાની કોશિશ કરવા લાગ્યો અને મહિલા કારના બોનેટ પર લટકી ગઇ. ત્યાં મોજૂદ લોકો અનુસાર, ડ્રાઈવર કારને શ્રીગંગાનગર રોડની તરફ લઇ ગયો. લગભગ 500 મીટર સુધી મહિલા કારના બોનેટ પર લટકી રહી. જ્યારે મહિલા પડી ગઇ તો ડ્રાઈવર કારને લઇ ફરાર થઇ ગયો.
રાજસ્થાનમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે ભાજપા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે રાજસ્થાન સરકાર પર હુમલો કર્યો છે. ટ્વીટર પર તેમણે લખ્યું કે, સત્તાના સંરક્ષણમાં બદમાશોએ ગુનાનું સ્ટિયરિંગ પકડી લીધું છે. રાજસ્થાનના હનુમાનગઢમાં ભર બપોરે એક બદમાશ કારના બોનેટ પર મહિલાની ઘસડી રહ્યો છે. ગહલોતજી, રોજ ખુલ્લેઆમ જ્યારે આવી ઘટનાઓ મહિલાઓ સાથે બની રહી છે તો શું તમને અંદાજો પણ છે કે આખા રાજસ્થાનમાં તમારા કુશાસનમાં મહિલાઓની કેવી સ્થિતિ થઇ ગઇ છે.
सत्ता के संरक्षण में बदमाशों ने थामी अपराध की स्टेयरिंग !
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) August 16, 2023
राजस्थान के हनुमानगढ़ में दिनदहाड़े बदमाश कार के बोनट पर एक महिला को घसीट रहे हैं। गहलोत जी, रोज़ाना सरेआम जब ऐसी वारदात महिलाओं के साथ हो रही हैं तो क्या आपको अंदाज़ा भी है कि पूरे राजस्थान में आपके कुशासन में महिलाओं का… pic.twitter.com/ZvoyTRPuiI
હનુમાનગઢ જંક્શનના CI વિશ્નુ ખત્રીએ કહ્યું કે, અમને મીડિયા રિપોર્ટ દ્વારા આ ઘટના વિશે જાણકારી મળી કે ચાલતી કાર મહિલાને ઘસડી રહી છે. સીસીટીવી ફૂટેજ જોયા પછી તે કંન્ફર્મ પણ થઇ ગયું. અત્યાર સુધી તો કારના ડ્રાઈવર કે મહિલા વિશે કોઇ જણકારી સામે આવી નથી. અજ્ઞાત વ્યક્તિના નામે કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી ચાલું જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp