E-રિક્ષાચાલક મહિલાએ પોલીસકર્મીને ચપ્પલ વડે માર્યો, હંગામો મચાવ્યો; વીડિયો વાયરલ

PC: etvbharat.com

ગાઝિયાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક મહિલા E-રિક્ષા ચાલકે ટ્રાફિક પોલીસકર્મીને ચપ્પલ વડે માર માર્યો છે. એટલું જ નહીં, જ્યારે પોલીસકર્મી ત્યાંથી બચીને નીકળવા લાગ્યો તો મહિલાએ તેને પકડી લીધો અને પછી માર મારવા લાગી. જો કે આ ઘટના પછી ગાઝિયાબાદ પોલીસે મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે-9 પર સ્થિત કનાવની-પુષ્ટા રોડ પર બની હતી. પોલીસકર્મીએ મહિલા E-રિક્ષા ચાલકને રોડ પર E-રિક્ષા પાર્ક કરવાની મનાઈ કરી હતી. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ અને પછી મારામારી થઈ. મહિલાએ પોલીસકર્મીને કહ્યું કે હું તને કહું છું, હું તો જેલમાં જઈશ.

પોલીસકર્મી મામલો શાંત પાડીને ત્યાંથી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ મહિલાએ તેને પકડીને થપ્પડ અને ચપ્પલ વડે માર માર્યો હતો. વીડિયો વાઈરલ થયા પછી ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક સબ ઈન્સ્પેક્ટર દ્વારા FIR દાખલ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપી મહિલાને કસ્ટડીમાં લીધી છે. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવ્યો છે અને લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.

એકે લખ્યું, 'જેણે ભૂલ કરી છે તેને સજા મળવી જોઈએ. પોલીસકર્મીઓ પણ માણસ જ છે ને, તેમની સાથે આવું વર્તન કેમ?’ બીજાએ લખ્યું, ‘આ મહિલા સામે કાર્યવાહી થવી જોઈએ, તેને જેલમાં ધકેલી દો. જો તે સ્ત્રી છે, તો તેનો અર્થ એ નથી કે તે ક્યાંય પણ કોઈને પણ મારશે.' એકે કહ્યું, 'આ મહિલા જાહેરમાં પોલીસકર્મીને પકડીને માર મારી રહી છે, તેને કોઈ બચાવનાર નથી. તેને મહિલા સમજીને પોલીસકર્મી પણ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.'

આ સમગ્ર મામલે ACP ટ્રાફિક પૂનમ મિશ્રાએ જણાવ્યું હતું કે, 'આ વિસ્તારમાં કેટલીક E-રિક્ષાઓને કારણે ટ્રાફિક જામની સ્થિતિ અંગે ફરિયાદ મળી હતી. આ પછી ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને TSIએ મહિલા E-રિક્ષા ચાલકને E-રિક્ષા હટાવવા કહ્યું હતું, પરંતુ મહિલાએ ટ્રાફિક વિભાગના TSI સાથે ગેરવર્તણૂક કરવાની શરૂઆત કરી હતી.'

અહીં તમને જણાવી દઈએ કે, ACP ટ્રાફિક પૂનમ મિશ્રાએ વધુમાં કહ્યું કે, આ મહિલા વિશે લોકોનું કહેવું છે કે, તે ઘણીવાર લોકોને મારતી હોય છે. આ મહિલા ભૂતકાળમાં પણ લોકો સાથે ગેરવર્તન કરી ચૂકી છે. મહિલા સામે મળેલી ફરિયાદ મુજબ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નંબર પ્લેટ વગરની E-રિક્ષા ચલાવવા બદલ તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp