પહેલા કર્યા અરેન્જ મેરેજ, પછી લવ અને હવે ત્રીજા સાથે રહે છે મહિલા

PC: court-marriages.in

મહારાષ્ટ્રના નાગપુરની એક મહિલાએ મહોલ્લાના એક છોકરા સાથે લગ્ન કર્યા છે, થોડા વર્ષો પહેલા મહિલાના મોબાઈલ પર એક છોકરાનો મિસકોલ આવ્યો તો મહિલા તેની સાથે વાત કરવા લાગી. પછી ધીમે ધીમે મહિલા યુવકને દિલ આપી બેઠી. તેણે પોતાના પતિને છોડીને બીજા લગ્ન કરી લીધા. થોડા દિવસો પછી સોશિયલ મીડિયા પર મહિલાની અન્ય એક યુવક સાથે મિત્રતા થઈ. તેણે તેના બીજા પતિને પણ છોડી દીધો. મહિલાના પહેલા અને બીજા પતિએ નાગપુર પોલીસ પાસે મદદ કરવાની માગણી કરી છે.

નાગપુર પોલીસની મહિલા ભરોસા સેલના સીનિયર ઈન્સપેક્ટર સીમા સુર્વેએ એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે બે લોકો ફરિયાદ લઈને આવ્યા હતા. જ્યારે તપાસ કરવામાં આવી તો આખા મામલા અંગે જાણ થઈ હતી. તેમની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણકારી પ્રમાણે, નાગપુરના વાઠોડામાં રહેનારો 25 વર્ષીય ધીરજ, મિસ્ત્રી તરીકે કામ કરે છે. 18 વર્ષની લલિતા પોતાની મોટી બહેન સાથે કામની શોધમાં નાગપુર આવી હતી. નાગપુરમાં ધીરજ સાથે તેની ઓળખ થઈ હતી. 2 મહિના પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. ધીરજ અને લલિતાને એક છોકરો પણ છે.

આ દરમિયાન ઔરંગાબાદના 25 વર્ષના પવનનો મિસ કોલ લલિતાના મોબાઈલ પર આવ્યો હતો. બંને વચ્ચે વાતચીત થવા લાગી. લલિતાને પવન સાથે પ્રેમ થઈ ગયો. તેણે પવનને નાગપુર બોલાવ્યો, પોતાને કુંવારી ગણાવી તેની સામે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. પવને નાગપુરમાં જ કામની શોધ કરી. તેની પછી લલિતાએ પહેલા પતિ ધીરજને કહી દીધું કે તે ગામ જઈ રહી છે, એમ કહીને તે પવન સાથે જતી રહી.

બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા અને નાગપુરના સોનેગામમાં રહેવા લાગ્યા હતા. થોડા દિવસો પછી લલિતાની ઈન્સ્ટાગ્રામ પર સચિન નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી. જ્યારે લલિતાનો બીજો પતિ પવન ઘરે ન હોય ત્યારે સચિન તેના ઘરે આવવા લાગ્યો હતો. મહિલાનો સચિન પ્રત્યે પ્રેમ વધ્યો અને તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા.

ત્યારબાદ લલિતાના પહેલા પતિ ધીરજ અને બીજા પતિ પવને લલિતાની તપાસ શરૂ કરી. તપાસ કરતા તેમને ખબર પડી કે લલિતાએ સચિન નામના યુવક સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે. ત્યારબાદ બંને પત્નીને મેળવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને નાગપુર પોલીસની સાથે ભરોસા સેલની મદદ લીધી. લલિતાના પહેલા પતિનું કહેવું છે કે તેનો અને લલિતાનો એક છોકરો છે. જ્યારે બીજા પતિએ લગ્નના ફોટા અને દસ્તાવેજો દેખાડીને તે મહિલા પોતાની પત્ની હોવાનો દાવો કરી રહ્યો છે. પોલીસે જ્યારે લલિતાને ફોન કર્યો તો તેણે કહ્યું કે મારું ત્રીજા પતિ સચિનની સાથે સારી લાઈફ ચાલી રહી છે. હવે પોલીસ કન્ફ્યૂઝ છે કે કરે તો શું કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp