મદારી સાથે સંબંધ, કોબ્રાથી ડંખ મરાવીને પ્રેમીની કરી હત્યા, હવે બનશે વેબ સીરિઝ

ઉત્તરાખંડ સાથે આખા દેશને હચમચાવી નાખનાર બિઝનેમેન અંકિત ચૌહાણની હત્યા ફરી ચર્ચામાં છે. હવે આ હત્યાકાંડ પર વેબ સીરિઝ બનવા જઈ રહી છે. કોબ્રાથી ડંખ મરાવીને હત્યાના આ ચર્ચિત કેસને લઈને મુંબઈના ડિરેક્ટરે હલ્દવાનીના SSP પંકજ ભટ્ટનો સંપર્ક કર્યો છે. ડિરેક્ટરે SSP પાસે વેબ સીરિઝ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરતા આખા ઘટનાક્રમની જાણકારી માગી છે. હલ્દવાનીના તીન પાનીમાં બિઝનેસમેન અંકિત ચૌહાણનું શબ કારમાં મળ્યું હતું.
કાર લોક હતી અને એસી ફૂલ પર હતું. જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને શબને બહાર કાઢ્યું. પહેલા તો મામલો બીમારીનો લાગ્યો, પરંતુ જ્યારે પરિવારજનોએ શંકા વ્યક્ત કરી તો પોલીસે બોડી ચેક કરી. અંકિતના પગ પર કોબ્રા દ્વારા ડંખ મારવાના નિશાન હતા. પોલીસને સ્પષ્ટ થઈ ગયું કે, અંકિતની હત્યા કોબ્રા દ્વારા ડંખ મરાવી કરવામાં આવી છે. તપાસ બાદ પોલીસે મદારી રમેશ નાથને પકડ્યો. પૂછપરછમાં રમેશે બધા રહસ્ય ખોલી દીધા.
રમેશે જણાવ્યું કે, અંકિતની ગર્લફ્રેન્ડ ડોલી ઉર્ફ માહીએ જ તેને મારવા માટે કોબ્રા મંગાવ્યો હતો. ત્યારબાદ પોલીસે માહી, તેના સાથી દીપ કાંડપાલ, નોકર રામઅવતાર, તેની પત્ની ઉષાની ધરપકડ કરી લીધી હતી. આ ઘટના આખા દેશમાં લાઇમલાઇટમાં રહી. માહી પણ એકાએક સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ. હવે આ કહાની મુંબઇમાં ફિલ્મી દુનિયા સુધી પહોંચી ચૂકી છે. જલદી જ તેના પર વેબ સીરિઝ બનવા જઇ રહી છે.
માહી અને અંકિતની પ્રેમ કહાનીથી દર્દનાક અંત સુધીની સફર જલદી જ પુસ્તક અને મેગેઝીન પર છપાવા જઇ રહી છે. તેના પર એક પુસ્તક પોલીસમાંથી રિટાયર્ડ થયેલા IPS લખવા જઇ રહ્યા છે. એ સિવાય આ ઘટનાક્રમ ખૂબ જૂની મેગેઝીનમાં છપાવા જઇ રહ્યો છે. પુસ્તક અને મેગેઝીન સાથે જોડાયેલા લોકોએ SSP પંકજ ભટ્ટ સાથે મુલાકાત કરીને આખી જાણકારી નોંધી છે.
હત્યાકાંડની તપાસ જેમ-જેમ આગળ વધી તેમ-તેમ ઘણા રહસ્ય ખૂલ્યા હતા. પોલીસ મુજબ, માહીએ પ્રેમીને જે મદારી મદદથી કોબ્રાનો ડંખ મરાવ્યો હતો, તેની સાથે પણ શારીરિક સંબંધ બનાવ્યા હતા. એટલું જ નહીં, માહી એ મદારીને પોતાનો ગુરુ માનવા લાગી હતી. મદારી રમેશે જણાવ્યું કે, હત્યાકાંડને અંજામ આપવાના લગભગ બે મહિના અગાઉ જ મહી રોજ ક્રાઇમ પેટ્રોલ જોવા લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp