મહિલાની ફરિયાદ- ઉબર ડ્રાઇવર સાઇડ મીરરથી મારા સ્તનને જોઈ રહ્યો હતો

PC: twitter.com\

દિલ્હી પોલીસે એક ઉબર ઓટો-રિક્શા ડ્રાઇવર વિરુદ્ધ મહિલા પત્રકાર સાથે છેડછાડના આરોપમાં ફરિયાદ દાખલ કરી છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, ભારત નગરમાં રહેતી પત્રકારે ઘટના અંગે બુધવારે રાત્રે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે જણાવ્યું કે, પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, બુધવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ 40 મિનિટ પર તે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીથી માલવીય નગર જઈ રહી હતી, જે દરમિયાન ઉબર ચાલકે અશોભનીય હરકત કરી અને તેને કામુકતાથી ઘૂરી રહ્યો હતો.

પોલીસ રાજેશ દેવે જણાવ્યું કે, ભારતીય દંડ સંહિતાની ધારા 509 (મહિલાની ગરિમાનેને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી શબ્દનો પ્રયોગ, ભાવ-ભંગિમા અથવા કૃત્યને અંજામ આપવો) અંતર્ગત એક મામલો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, ઓટો રિક્શાનું રજિસ્ટ્રેશન મોહમ્મદ યુનૂસ ખાનના નામથી મળી આવ્યું, જે ગોવિંદપુરીના નેહરુ કેમ્પમાં રહે છે. આરોપી ચાલકને પકડવા માટે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પીડિતાએ ટ્વીટર પર પોતાની આપવીતી જણાવી હતી.

તેણે એક ટ્વીટમાં કહ્યું, મેં મારા ફ્રેન્ડના ઘરે જવા માટે એક ઓટો બુક કરાવી હતી. યાત્રા દરમિયાન થોડીવાર બાદ, મેં જોયુ કે ચાલક વાહનના સાઈડ મિરરમાંથી મને જોઈ રહ્યો છે. ખાસ કરીને મારા સ્તનને. હું સીટ પર થોડી જમણી બાજુ ખસી ગઈ જેને કારણે ઓટોના ડાબા મિરરમાં હું દેખાઈ રહી ન હતી.

મહિલાએ એક અન્ય ટ્વીટમાં કહ્યું, ત્યારબાદ તે મને જમણી તરફના મિરરમાંથી જોવા માંડ્યો. ત્યારે હું એકદમ ડાબી બાજુએ ખસી ગઈ અને બંને મિરરમાં તે મને જોઈ શકતો ન હતો. ત્યારબાદ તેણે પાછળ જોવાનું શરૂ કર્યું અને તે વારંવાર મને જોઈ રહ્યો હતો. મેં ઉબર એપની હેલ્પ લાઈનનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ના કરી શકી. પીડિતાએ જણાવ્યું કે, તેણે યાત્રા રદ્દ ના કરી કારણ કે, તે થોડે જ દૂર હતી.

દિલ્હી મહિલા આયોગ (DCW) એ કહ્યું છે કે, તે વિષયમાં એક ફરિયાદ મળી છે અને દિલ્હી પોલીસ તેમજ એપ દ્વારા કેબ સેવા પ્રદાન કરનારી કંપનીને એક નોટિસ જાહેર કરવામાં આવી છે.

આયોગે કહ્યું કે, તેણે છ માર્ચ સુધીમાં એક કાર્યવાહી રિપોર્ટ પણ માંગ્યો છે. ઉબરને મોકલવામાં આવેલી નોટિસમાં આયોગે એ પગલાંઓ અંગે જાણકારી માંગી જેના દ્વારા આ પ્રકારની ઘટનાઓને અટકાવવાની કાર્યવાહી સુનિશ્ચિત થઈ શકે. સાથે જ, આયોગે એવુ પણ જણાવ્યું છે કે, ઓટો ચાલકનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે પણ જાણકારી માંગવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp