છોકરીને બળજબરીથી ઉઠાવી જઇ જંગલમાં અગ્રિ પ્રકટાવી લઇ લીધા ફેરા

PC: twitter.com/SwatiJaiHind

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના મોહનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારથી એક છોકરીનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે. છોકરીનું અપહરણ કર્યા બાદ આરોપીએ તેની સાથે બળજબરીપૂર્વક ફેરા લઈને લગ્ન કર્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં યુવતીના પરિવારજનો અને ગ્રામજનોએ મંગળવારે કલેક્ટર કાર્યાલય બહાર પ્રદર્શન કર્યું. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને કેસ દાખલ કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી. પોલીસ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.

રિપોર્ટ્સ મુજબ, આ ઘટના 1 જૂનની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી, છોકરીને ખોળામાં ઉઠાવીને જંગલમાં આગ સળગાવી 7 ફેરા લઈ રહ્યો છે. એક મહિલા તેને એમ કરતા રોકતી નજરે પડી રહી છે, પરંતુ છોકરો પૂરા ફેરા લીધા બાદ જ છોકરીને છોડે છે. હેરાનીની વાત એ છે કે, જે છોકરી સાથે આરોપીએ 7 ફેરા લીધા, તેના 12 જૂનના રોજ લગ્ન થવાના હતા. આ ઘટનાનો વીડિયો દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યો છે.

તેમણે પોતાની ટ્વીટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતને પણ ટેગ કર્યા છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી આ ઘટનામાં કાર્યવાહી કરે. તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડે પણ રાજસ્થાનની કાયદા વ્યવસ્થાને લઈને કોંગ્રેસ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. પરિવારજનો દ્વારા નોંધાવેલ રિપોર્ટના આધાર પર પોલીસનું કહેવું છે કે, 1 જૂનના રોજ છોકરીના ઘર બહારથી સ્કૉર્પિયોમાં આવેલા 10-12 ગુંડા તેને ઉઠાવી લઈ ગયા.

પરિવારના લોકોએ પુષ્પેન્દ્ર સિંહ નામના એક યુવક પર આખી ઘટનાનો આરોપ લગાવ્યો હતો, જે ફાઇનાન્સનું કામ કરે છે. આરોપ છે કે છોકરીનું ઘરથી અપહરણ કર્યા બાદ આ લોકો તેને ગામની બહાર લઈ ગયા અને એક ખેતરમાં જઈને ત્યાં ઘાસ સળગાવ્યું આ દરમિયાન એક છોકરાએ છોકરીને ખોળામાં ઉઠાવીને તેની સાથે બળજબરીપૂર્વક લગન કરવા માટે 7 ફેરા લીધા. છોકરીના અપહરણ બાદ પરિવારજનોએ આરોપીઓનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ તેને પકડવામાં નિષ્ફળ રહ્યા.

છોકરીના પરિવરાજનોનો આરોપ છે કે આરોપીઓએ પરિવારને ધમકાવ્યો કે જો તેના લગ્ન ક્યાંક દૂર કરી દીધા તો અંજામ ખરાબ થશે. ત્યારબાદ છોકરીને છોડીને બધા આરોપી ફરાર થઈ ગયા. જેસલમેરની આ ઘટનાને લઈને પોલીસનું કહેવું છે કે, ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, અન્ય આરોપીઓની શોધખોળ કરવા માટે ટીમ બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp