
બિહારના વૈશાલીથી હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહી રવિવારે એક નવપરિણીતાનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઈ ગયું હતું. પરિવારજનોએ સાસરાવાળાઓ પર તેની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, નર્સરી ટીચરે ટ્રેનિંગના બીજા વર્ષમાં નામાંકન દાખલ કરવાની જિદ્દ કરવા પર નવપરિણીતાને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. પરિણીતાના મોતની જાણકારી મળતા જ તેના પિયરના લોકોએ હોબાળો મચાવી દીધો છે.
મૃતિકાની ઓળખ પટોરી પોલીસ સ્ટેશન વિસ્તારના જલાલપુર ગામના રહેવાસી ચંદ્રશેખર રાયની 24 વર્ષીય પુત્રી પિંકી કુમારીના રૂપમાં થઈ છે. રિપોર્ટ્સ મુજબ, તેના લગ્ન બિદુપુર પોલીસ સ્ટેશન વિસ્તારની મઝોલી ગામની 26 વર્ષીય ગુડ્ડુ કુમાર સાથે જૂન 2022માં થઈ હતી. મૃતક મહિલાની બહેને જણાવ્યું કે, તેની બહેન શરૂઆતથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી. તે નર્સરી ટીચરની ટ્રેનિંગ કરી રહી હતી.
પહેલા સત્રમાં તેના સારા માર્ક્સ આવ્યા હતા. તો બીજા સત્રમાં એડમિશન લેવા લગતી હતી. જ્યારે પિંકીએ આ બાબતે પતિ અને સાસરવાળા સાથે વાત કરતી તો એ લોકો તેને ગાળો આપતા હતા. અહી સુધી કે તેની સાથે મારામારી પણ કરતા હતા. જેમ જેમ નામાંકનની તારીખ નજીક આવતી ગઈ, પિંકી તેમની સાથે જિદ્દ કરવા લાગી, જ્યારે મારામારીની ઘટનાની જાણકારી પિયારના લોકોને મળી તો તેઓ રવિવારે પરિણીતાના ઘરે પહોંચ્યા, પરંતુ ત્યાં તેમણે જાણકારી મળી કે પિંકીનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું છે.
તો બિદ્દુપુર પોલીસ સ્ટેશનાં SHO ધર્મવીર મહતોએ જણાવ્યું કે, શરૂઆતી તપાસમાં પૈસાઓને લઈને ઝઘડાની વાત સામે આવી છે. મૃતિકાના પિયારના લોકોની ફરિયાદ પર કેસ નોંધી લેવામાં આવ્યો છે. હાલમાં શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp