રોડ જામમાં સાઇડ ન આપવા પર કાર સવાર મહિલા અને પુરુષે પોલીસકર્મીની વર્દી ફાડી

PC: aajtak.in

હાપુડમાં એક પોલીસકર્મીને કાર સવારોને સાઇડ ન આપવું ભારે પડ્યું. મહિલાએ પોલીસકર્મીની વર્દીથી નેમ પ્લેટ ઉખેડી નાખી. કોતવાલી પોલીસે પોલીસકર્મી મોહન સિંહ સાથે ગેરવર્તન કરનારા બંને લોકો વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. ગાડી નંબરથી ઓળખ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસકર્મી સાથે ગેરવર્તનની ઘટનાનો કોઈ વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. ઘટના હાપુડ નગર પોલીસ સ્ટેશનના ગઢ રોડની છે.

પોલીસકર્મીના કાર સવાર મહિલા અને પુરુષ દ્વારા મારામારી અને ગેરવર્તનની ઘટનાને ગંભીરતાથી લેતા હાપુડ SP અભિષેક વર્માના આદેશ પર હાપુડ પોલીસ સ્ટેશનની પોલીસે કાર્યવાહી કરતા કાર સવાર મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી છે. બંનેએ પોલીસકર્મી મોહન સિંહ સાથે ગેરવર્તન કરતા તેમની વરદી ફાડી નાખી હતી. પોલીસકર્મી પોલીસ ચોકીથી વાયરલેસ સેટ લેવા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા.

તો હરિયાણાથી પણ એક એવા જ સમાચાર સામે આવ્યા છે. કેથલ બ્લોક પંડુરી વિસ્તારના ભાજપના મંડળ અધ્યક્ષ અને તેમના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની વર્દી ફાડવાના આરોપમાં ભાજપના મંડળ અધ્યક્ષ વિનોદ બંસલ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. આ મામલે પંડુરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ASI શમશેર સિંહે જણાવ્યું કે, પંડુરીના બંસલ પરિવારમાં 3 ભાઈઓનો પ્રોપર્ટીને લઈને અરસપરસ વિવાદ ચાલી રહ્યો હતો.

ફરિયાદી બલરાજે ફોન કરીને તેમને જાણકારી આપી કે તેમની ભગવાન દાસની દુકાન પર વિનોદ બંસલ, તેમની પત્ની તેમજ તેમનો દીકરો દુકાનનું તાળું તોડીને અફરાતફરી મચાવી રહ્યા છે, જેની જાણકારી મળતા તેઓ પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા. આ દરમિયાન બંને પરિવારોના સભ્ય અરપરસ ઝઘડો કરી રહ્યા હતા, જેમને ઘટનાસ્થળ પર સમજાવીને શાંત કરાવી દીધા. તેમને કહેવામાં આવ્યું, ત્યારબાદ બંને પક્ષ પોત-પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા.

તેના થોડા સમય બાદ વિનોદ બંસલે 5-6 સ્ત્રીઓને પોલીસ સ્ટેશનની અંદર બોલાવી, જ્યારે તેમને ઘટના બાબતે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, અચાનક વિનોદ બંસલ ગુસ્સામાં આવી ગયા. આ દરમિયાન તેમની પત્ની અને છોકરો પણ મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા. સાથે જ વર્દી ફાડી દીધી અને થપ્પડ મારવા લાગ્યા, ત્યારબાદ સાથેના પોલીસકર્મીઓએ કોઈક પ્રકારે બચાવ્યા. આ પ્રકારે તેમણે પોલીસ સાથે અભદ્ર વ્યવહાર કર્યો અને મારી વર્દી ફાડીને સરકારી કામમાં બધા નાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp