ટોલ માગવા પર મહિલાએ કર્મચારીને ઢોરમાર માર્યો, જુઓ વીડિયો

PC: kalingatv.com

ગ્રેટર નોઇડાના ટોલ પ્લાઝા પર એક મહિલાની ગુંડાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ મહિલાએ લોહાલી ટોલ પ્લાઝા પર મહિલા કર્મચારી સાથે મારામારી કરી અને અપશબ્દોનો પ્રયોગ કર્યો. એટલું જ નહીં મહિલા કર્મચારીના વાળ પણ ખેંચી લીધા. ટોલ પ્લાઝામાં કામ કરતી મહિલા કર્મચારીએ દાદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ NH-91ના લોહાલી ટોલ પ્લાઝાનો છે. જ્યાં ફરજ બજાવનાર ટોલ કર્મચારી સોનમે જણાવ્યું કે, સોમવારે સવારે એક કારમાં સવાર દંપતિ આવ્યા. જ્યારે તેમની પાસે ટોલ માગ્યો તો કારમાં બેઠેલ મહિલાએ ગુંડાગીરી દેખાડતા બૂથની અંદર આવી મારપીટ શરૂ કરી દીધી. તેણે ટોલ બેરિયર પણ હટાવી દીધુ અને જબરદસ્તીથી ગાડી કાઢવાની કોશિશ કરી.

સોનમે આગળ કહ્યું, જ્યારે તેની પાસે ટોલ માગ્યો તો તેમણે પોતાને હ્યદયપુરના લોકલ ગણાવ્યા. એટલે તેમની પાસે મેં આઈડી કાર્ડ માગ્યો. પણ તેમની પાસે ઓળખપત્ર નહોતું. આઈડી કાર્ડ ન દેખાડવા પર તેમની પાસે ટોલ માગવામાં આવ્યો. આ વાત પર ગાડીમાં બેઠેલી મહિલા ગુસ્સામાં ગાડીમાંથી ઉતરી અને ટોલ બૂથની અંદર આવી ગઈ. મારી સાથે ગેરવર્તણૂક કરવા લાગી. મારપીટ કરી અને આપત્તિજનક શબ્દો પણ બોલ્યા.

કારમાં સવાર મહિલા આટલે જ અટકી નહીં, તેણે બૂથમાંથી નિકળ્યા પછી ટોલ બેરિયર પણ હટાવી દીધું. જબરદસ્તીથી ગાડી કાઢવાની કોશિશ કરી. તે અન્ય લોકો સાથે પણ ખરાબ વર્તન કરવા લાગી. ટોલ પર લાગેલા સીસીટીવી કેમેરામાં આખો કિસ્સો રેકોર્ડ થયો છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

જણાવીએ કે, ટોલ પ્લાઝામાં કામ કરતા કર્મચારીઓ સાથે ખરાબ વર્તનનો આ પહેલા કિસ્સો નથી. આગળ પણ આવા ઘણાં બનાવો સામે આવ્યા છે. જ્યાં લોકો ટોલમાં કામ કરતા કર્મચારીઓ સાથે ખોટુ વર્તન કરતા જોવા મળ્યા છે. જોકે, આ વખતે તો એક મહિલા જ અન્ય મહિલાકર્મી પર બાખડી પડી અને મારપીટ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp