રેતી માફિયાનો આતંક, મહિલા ઇન્સ્પેક્ટરને ધસડીને માર્યા, 44 લોકોની ધરપકડ

PC: mathrubhumi.com

બિહારમાં રેતી માફિયાઓનો આતંક વધી ગયો છે. હવે તેઓ સરકારી અધિકારીઓને મારવા પર ઉતરી આવ્યા છે. પટના જિલ્લાના બિહટા વિસ્તારમાં સોમવારે રેતી ખનન માફિયાના લોકોએ એક મહિલા ખનન ઇન્સ્પેક્ટર સહિત ઘણા અધિકારીઓને માઠી રીતે માર્યા છે. માફિયા અધિકારીઓને ગાળો આપતા નજરે પડી રહ્યા છે. હુમલામાં 3 અધિકારી ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા છે. બિહાર પોલીસ દ્વારા ઘટના સંબંધમાં FIR નોંધ્યા બાદ 44 લોકોની ધરપકડ કરવામાં આવી અને 50 વાહન જપ્ત કરવામાં આવ્યા.

પટના જિલ્લા પ્રશાસન મુજબં ઘટના એ સમયે થઈ, જ્યારે એક ટીમ બિહટા વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની તપાસ માટે પોતાના અભિયાન હેઠળ નિરીક્ષણ અને તપાસ માટે ગઈ હતી. જ્યારે તેઓ કોઇલવર પુલ પાસે પહોંચ્યા તો અસામાજિક તત્વોએ અધિકારીઓ પર પ્રહાર કરી દીધો. જેવો જ આરોપીઓએ તેમના પર પથ્થરમારો શરૂ કર્યો. આમ્યા કુમારી પડી ગયા અને તેમને ઇજા થઈ. પ્રશાસન મુજબ, ખનન વિભાગના ઇજાગ્રસ્ત અધિકારીઓમાં જિલ્લા ખનન અધિકારી કુમાર ગૌરવ, મહિલા ઇન્સ્પેક્ટર આમ્યા કુમારી અને સૈયદ ફરહીન સામેલ છે. 3 ઇજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે.

બિહટામાં સોમવારે ખનન અધિકારીઓની એક ટીમ ઓવરલોડિંગ વાહનોના ગેરકાયદેસર પરિચાલન અને ગેરકાયદેસર ખનન વિરુદ્ધ છાપેમારી કરી રહી હતી. અધિકારીઓ સાથે MVI, ESI સહિત પરિવહન અને ખનન વિભાગની કેટલીક ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન જ માફિયા હુમલાવર થઈ ગયા અને અધિકારીઓને મારવા લાગ્યા. પટના (વેસ્ટ)ના SP રાજેશ કુમારે કહ્યું કે, જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર કેટલાક પોલીસ સ્ટેશનીની પોલીસ પહોંચી અને છાપેમારીની કાર્યવાહી કરતા 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેટલાક શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વીડિયો અને તસવીરોથી પણ લોકોની ઓળખ કરવા અને તેમની ધરપકડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ થયેલા લોકોની પૂછપરછમાં નામ સામે આવી રહ્યા છે, એ બધાની ધરપકડ કરવામાં આવશે. એ હુમલામાં જિલ્લા ખનન અધિકારી, 2 ખનન ઇન્સ્પેક્ટર સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વીડિયોમાં અભદ્ર ભાષા અને અપશબ્દોનો ઉપયોગ થયો છે.

ખનન વિભાગની ટીમે જણાવ્યું કે, સોમવારે જાણકારી મળતા જ બપોરે લગભગ 2 વાગ્યે બિહટા પોલીસ સ્ટેશન વિસ્તારના પરેવ ગામ પાસે ઓવરલોડિંગ ટ્રકોની તપાસ કરવામાં આવી રહી હતી. અહી લગભગ 150 ટ્રક ઓવરલોડિંગ હતા અને તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન હુમલો થયો અને રેતી માફિયાઓના લોકો પથ્થરમારો કરવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp