મહિલાએ 10 લાખની લાલચે સરકારી નોકરી દાવ પર લગાવી, પ્રમોશનની જગ્યાએ હવે જેલ

PC: hindi.oneindia.com

જીવનમાં કંઈ પણ કમી ન હોવા છતાં પૈસાની લાલચે એક મહિલા શિક્ષકે પોતાની નોકરી ગુમાવી, વધુ પૈસા કમાવવાની લાલચ આ મહિલા રોકી ના શકી, અને તેણે તેની સરકારી નોકરીથી હાથ ધોવા પડ્યા,  જે શિક્ષક વિદ્યાર્થીને સારી સલાહ અને સાચા રસ્તા પર લઇ જાય તે શિક્ષક પોતે જ પૈસાની લાલચે રસ્તો ભટકી ગઈ અને જાતે જ પોતાના પગ પર કુહાડી મારી લીધી. હા.. આવું જ કંઈ થયું જયપુરમાં,  નકલી પરીક્ષાર્થી તરીકે બેસેલી એક સરકારી શિક્ષિકા પોલીસના હાથે ઝડપાઇ ગઈ હતી.

સરકારી નોકરી, તે પણ શિક્ષકની અને તે પણ મહિને પચાસ હજાર રૂપિયાથી વધુના પગાર સાથે…. પરંતુ આ મહિલાએ બધું દાવ પર લગાવી દીધું. હવે તે પોતે જેલમાં છે. વહેલી તકે જામીન ન મળે તે માટે પોલીસે કડક કાગળો તૈયાર કર્યા છે. વાસ્તવમાં સમગ્ર મામલો જયપુરના ડમી ઉમેદવાર સાથે જોડાયેલો છે. આ અંગે મુરલીપુરા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે મહિલાનું નામ સંગીતા વિશ્નોઈ છે અને તે જાલોર જિલ્લાની રહેવાસી છે.

પોલીસે જણાવ્યું કે, સંગીતા વિશ્નોઈ જાલોર જિલ્લાના સાંચોરમાં સરકારી પ્રાથમિક શાળા, જૂના પાવર હાઉસમાં પ્રથમ સ્તરની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ નરેશ પણ સરકારી શિક્ષક છે. બંનેની નોકરી સારી ચાલી રહી હતી, પણ વચ્ચે REET મેઈનની પરીક્ષા આવી. પરીક્ષા દરમિયાન મંજુ નામની અન્ય એક સરકારી શિક્ષિકાએ સંગીતાનો સંપર્ક કર્યો. મંજુ પણ જાલોરની છે અને તેણે REET પ્રી પરીક્ષા પાસ કરી હતી અને હવે તેનું સેન્ટર REET મેન્સ પરીક્ષા માટે જયપુર આવ્યું છે.

મંજુએ સંગીતાનો સંપર્ક કર્યો અને તેની જગ્યાએ પરીક્ષા આપવા માટે દસ લાખ રૂપિયાની ઓફર કરી. પહેલા તો સંગીતાએ ના પાડી પણ જ્યારે દસ લાખ રૂપિયાની વાત આવી તો તે રાજી થઈ ગઈ. જાલોરથી સંગીતા પરીક્ષા આપવા જયપુર આવી હતી. પરંતુ પરીક્ષા કેન્દ્રમાં પકડાઈ ગઈ હતી. હવે તેને જેલમાં મોકલી દેવામાં આવી છે. બીજી તરફ જાલોરમાં રહેતી મંજુ ગુમ છે. તેની શોધખોળ ચાલુ છે.

આ બાજુ જયપુર પોલીસ કંટ્રોલ રૂમને પણ વોટ્સએપ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પેપર સોલ્વ કરવાની માહિતી મળી હતી. આ સાથે પરીક્ષામાં નકલી ઉમેદવારો હાજર હોવાની માહિતી પણ મળી રહી હતી. કંટ્રોલ રૂમને લગતા પોલીસ સ્ટેશનને જાણ કરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે કેટલીક જગ્યાએ માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. સાંગાનેર વિસ્તારમાં વોટ્સએપ પર પેપર સોલ્વ કરવાની માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસ પકડાયેલા તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp