લગ્ન વિના પ્રેગ્નેન્ટ થઈ દીકરી, ભાઈ અને માતાએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી

PC: bhaskar.com

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લા એક યુવતીને તેના પરિવારજનો દ્વારા સળગાવીને મારી નાખવાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવતી પ્રેગનેન્ટ થવા પર ભાઈ અને માતાએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં યુવતી 70 ટકા સુધી સળગી ગઈ. તેને ગંભીર હલમતા હૉસ્પિટલમાં દાખલ કારવવામાં આવી, જ્યાં તેની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. આરોપ છે કે આ કૃત્યમાં માતા અને તેનો ભાઈ સામેલ હતા.

આ લોકોએ યુવતી ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. જેના કારણે તે લગભગ 70 ટકા સળગી ગઈ. આગથી ગંભીર રૂપે દાઝી ગયેલી યુવતીને પોલીસે ઘટનાસ્થળ પર પહોંચાડીને હૉસ્પિટલમાં દાખલ કરાવી. જ્યાં ડૉક્ટરોએ યુવતીની ગંભીર હાલત જોતા તેને હાયર સેન્ટર રેફર કરી દીધી. તેની સારવાર ચાલી રહી છે અને હાલત અત્યારે પણ ગંભીર બનેલી છે. હાલમાં પોલીસે ઘટના બાદ આરોપી માતા અને ભાઈને કસ્ટડીમાં લઈ લીધો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પર કલમ 307 (જીવથી મારવાનો પ્રયાસ)નો કેસ નોંધી લેવામાં આવ્યો છે.

હાપુડના અપર પોલીસ અધિક્ષક રાજકુમાર અગ્રવાલે જણાવ્યું કે, બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત નવાદા ખુર્દ ગામમાં એક યુવતીને તેના પરિવારજનો દ્વારા સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જાણકારી મળતા જ તાત્કાલિક પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી, જ્યાંથી પીડિતાને હાયર સેન્ટર રેફર કરી દેવામાં આવી છે. અગ્રિમ વિધિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ ઘટના ગુરુવારે થઈ હતી. માતા અને ભાઈએ મળીને યુવતીને જીવતી સળગાવી દીધી. એ અગાઉ તેની સાથે ખૂબ મારામારી કરવામાં આવી. પછી પેટ્રોલ છાંટીને તેને આગને હવાલે કરી દેવામાં આવી. યુવતી દ્વારા ચીસો પાડવાનો અવાજ જ્યારે ગ્રામજનોએ સાંભળ્યો તો પોલીસને જાણકારી આપવામાં આવી. SSP રાજકુમાર અગ્રવાલે જણાવ્યું કે, યુવતી સાથે થયેલી ઘટનાના સંબંધમાં મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. માતા અને દીકરાનએ ડિટેન કરી લેવામાં આવ્યા છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અલગ-અલગ પહેલુંઓ પર તપાસ ચાલી રહી છે. પિતા ઘરથી ફરાર થઈ ગયો છે, કેસ નોંધીને કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp