9 મહિનાની જુડવા દીકરીઓની તેની જ માએ કરી હત્યા, 13 દિવસ પછી આ રીતે થયો ખુલાસો

PC: india.postsen.com

હરિયાણાના જીંદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતાએ જ પોતાની 9 મહિનાની જોડિયા દીકરીઓની શ્વાસ રૂંધી મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટનાને 12 જુલાઈના રોજ અંજામ આપવામાં આવ્યો હતો. જ્યારે ઘરે કોઈ નહોતું. મહિલાના પતિએ પોલીસને જણાવ્યું કે તે મજૂરી કરવા ગયો હતો. જ્યારે બપોરે ઘરે આવ્યો તો તેણે જોયું કે તેના ઘર આગળ ભીડ હતી અને જોર જોરથી તેની પત્નીના રડવાનો અવાજ આવી રહ્યો હતો.

પતિના પૂછવા પર પત્ની શીતલે જણાવ્યું કે, તબિયત ખરાબ થવાને લીધે અચાનક જાનકી અને જાનવીનું મોત થઇ ગયું છે. પરિવારે શીતલની વાત સાચી માનીને પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના બંને બાળકીઓના શવને દફન કરી દીધા.

આ રીતે થયો ખુલાસો

બાળકીઓના નિધનના 3-4 દિવસ પછી પડોસમાં રહેતી મહિલાને શીતલે જાતે જ જણાવ્યું કે જાનકી અને જાનવીની હત્યા તેણે પોતે તકિયાથી મોઢુ દબાવીને કરી હતી. શરૂઆતમાં તો કોઈને વિશ્વાસ થયો નહીં અને લાગ્યું કે દીકરીઓના મોતથી શીતલ સદમામાં છે.

પણ રવિવારે જ્યારે શીતલના માતા-પિતાએ પૂછપરછ કરી તો શીતલે ફરી કબૂલ્યું કે તેણે જ બંને દીકરીઓની હત્યા કરી હતી. ત્યાર પછી પતિ જગદીપે પોલીસ સ્ટેશનમાં પત્ની સામે ફરિયાદ દાખલ કરાવી દીધી.

પોલીસે આરોપી માની કરી ધરપકડ

પોલીસનું કહેવું છે કે દફન કરવામાં આવેલા શવોને બહાર કાઢી તેમનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આત્મારામનું કહેવું છે કે બાળકીઓની હત્યા કઈ રીતે થઇ તેની તપાસ કરવામાં આવશે. આરોપી મહિલા સાથે પૂછપરછ કરવામાં આવી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. જોકે, મહિલાએ શા માટે તેની દીકરીઓની હત્યા કરી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. એવું શું કારણ રહ્યું હશે કે મહિલાએ આવું પગલુ ભર્યું! શું તે માનસિક રોગથી પીડાઈ રહી હતી? આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ હેરાનમાં છે કે આખરે એક મા કઈ રીતે તેની સંતાનની હત્યા કરી શકે? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp