પિતાએ જબરદસ્તી કરાવ્યા બીજા લગ્ન, પરિણીતાએ માગી મદદ

સર, હું તરૂણા શર્મા. મને બચાવી લો. હું ભણવા માંગુ છું પરંતુ મારા ઘરના સભ્યોએ મારા લગ્ન એક 40 વર્ષના ગાંડા પુરુષ સાથે કરાવી દીધા છે. જે મને શારીરિક, માનસિક અને યૌન રૂપે ટોર્ચર કરી રહ્યો છે. મને જીવતી સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો. સર, હું જીવવા માંગુ છું. ટ્વિટર પર આ મેસેજ સાથે એક્ટર અને સોશિયલ વર્કર સોનૂ સુદને ટેગ કરવામાં આવ્યો છે. સાથે જ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પાસે પણ મદદ માંગવામાં આવી છે. આ મામલો છત્તીસગઢના કાંકેર અને રાજસ્થાનના જોધપુર જિલ્લા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ મદદ વિવાહિતા તરૂણા શર્મા (22 વર્ષ) એ માગી છે. તરૂણા મૂળ જોધપુરના બાલેસરની વતની છે અને કાંકેરના અંતાગઢમાં તેનું સાસરું છે.
રાજસ્થાનના બાલેસરમાં રહેતી તરૂણા શર્માએ પોતાના નાનપણના ફ્રેન્ડ સુરેન્દ્ર સાંખલા સાથે 13 જાન્યુઆરી, 2023ના રોજ કોર્ટ મેરેજ કરી લીધા હતા. પરવાનગી વિના કરવામાં આવેલા આ લગ્નના કારણે તરૂણાનો પરિવાર ગુસ્સામાં હતો. દરમિયાન, પરિવાજનોએ દબાણ કરીને પોતાની દીકરીને ઘરે પાછી બોલાવી લીધી અને ઉતાવળમાં તેનો સંબંધ 1500 કિમી દૂર છત્તીસગઢના અંતાગઢ (કાંકેર)માં રહેતા યુવક સાથે નક્કી કરી દીધો. ત્યારબાદ 1 એપ્રિલ, 2023ના રોજ અંતાગઢ જઈને છોકરીના લગ્ન જબરદસ્તી જિતેન્દ્ર સાથે કરાવી દીધા.
આરોપ છે કે, બળજબરીપૂર્વક થયેલા આ લગ્ન બાદ સાસરામાં વિવાહિતા તરૂણાને હેરાન કરવામાં આવવા માંડી. પીડિતાએ આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ, હોસ્પિટલમાં સારવાર મળ્યા બાદ તેનો જીવ બચી ગયો. હોસ્પિટલમાં જ દાખલ રહેવા દરમિયાન તેણે કોઇકના મોબાઇલથી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત એક્ટર સોનૂ સુદને મદદ માટે મેસેજ કરી દીધો.
હેલો સર નમસ્તે, મારું નામ તરૂણા શર્મા છે. મને બચાવી લો, હું જીવવા માંગુ છું. ભણીને કંઈક બનવા માંહતી હતી. પરંતુ, મારા લગ્ન એક 40 વર્ષીય ગાંડા છોકરા સાથે કરાવી દીધા. મને અહીં માર મારવામાં આવે છે. મને ટોર્ચર કરવામાં આવી રહી છે. મને જીવતી સળગાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો. સર હું જીવવા માંગુ છું. પ્લીઝ સર. મને અહીંથી બહાર કાઢો. મારી સાથે છેલ્લાં છ મહિનામાં શું-શું થયુ છે. હું લખી નથી શકતી. સર, આ મારો છેલ્લો પ્રયાસ છે. મારો આ મેસેજ તમારા સુધી પહોંચશે, ત્યાં સુધી કદાચ હું પોતાની જિંદગીની જંગ હારી ચુકી હોઇશ. આ મારા ફ્રેન્ડનો નંબર છે. આશા છે મને મદદ મળશે. મેં પોલીસની મદદ લીધી. મને શોધતી પોલીસ આવી. આ લોકોએ મને રાતોરાત ગાયબ કરી દીધી. પોલીસને પૈસા આપીને ખરીદી લીધી. હાલ મને આ જગ્યા પર લોક કરીને રાખી છે. સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયરલ થતા જ પોલીસ બેડામાં હલચલ મચી ગઈ. પોલીસે નવવિવાહિતાના ઘરે પહોંચી તેને સખી વન સેન્ટરને સોંપી દીધી હતી.
નવવિવાહિતા તરૂણા શર્માએ પોતાના બીજા પતિ જિતેન્દ્ર જોશીને રાખડી બાંધવાનો દાવો કર્યો. તેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમા તરૂણા પોતાના પતિના હાથ પર રાખડી બાંધતી દેખાઈ રહી છે. જ્યારે આ સંબંધમાં મીડિયા રિપોર્ટ અનુસાર, પતિ જિતેન્દ્રનું કહેવુ છે કે, તરૂણાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ, તેનું મન રાખવા માટે તેની પાસે પવિત્ર દોરો બંધાવી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp