આ મહિલાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નામ પર કર્યુ પોતાનું ચાર માળનું મકાન

PC: twitter.com/Abhisheknayan81

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું લોકસભા સભ્ય પદ રદ્દ થયા બાદ તેમને સરકારી બંગલો ખાલી કરવાની પણ નોટિસ આપવામાં આવી ચુકી છે. ત્યારબાદ કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા મારું ઘર રાહુલ ગાંધીનું ઘર ના નામથી કેમ્પેન ચલાવી રહ્યા છે. દરમિયાન, દિલ્હીમાં રહેતી રાજકુમારી ગુપ્તાએ મંગોલપુરીમાં આવેલું પોતાનું ચાર માળનું મકાન રાહુલ ગાંધીના નામ પર કરી દીધુ છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાનું સભ્ય પદ રદ્દ થયા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 12 તુગલક લેનનું પોતાનું સરકારી આવાસ 22 એપ્રિલ સુધીમાં ખાલી કરવું પડશે. 27 માર્ચના રોજ લોકસભાની હાઉસિંગ કમિટીએ તેમને એક નોટિસ મોકલીને 22 એપ્રિલ સુધી પોતાના આ સરકારી આવાસને ખાલી કરવા માટે કહ્યું છે.

રાહુલ ગાંધીને આપવામાં આવેલી નોટિસમાં એ કહેવામાં આવ્યું છે કે, લોકસભા સચિવાલયે 24 માર્ચ, 2023ના રોજ એક નોટિફિકેશન જાહેર કરી 23 માર્ચ, 2023ના રોજ તેમના લોકસભાના સભ્ય પદને રદ્દ કરી દેવામાં આવ્યું છે. આથી, 17મી લોકસભાના સાંસદ તરીકે તેમને અલોટ કરવામાં આવેલા 12 તુગલક લેનના સરકારી આવાસમાં તેઓ હવે વધુમાં વધુ એક મહિના માટે એટલે કે 22 એપ્રિલ, 2023 સુધી જ રહી શકે છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેમને અલોટ કરવામાં આવેલું આ સરકારી આવાસનું આવંટન 23 એપ્રિલ, 2023ના રોજ રદ્દ કરી દેવામાં આવ્યું છે. તેનો તાત્પર્ય એકદમ સ્પષ્ટ છે કે, રાહુલ ગાંધીએ 22 એપ્રિલ, 2023 સુધીમાં પોતાનું સરકારી આવાસ ખાલી કરવું પડશે.

જણાવી દઈએ કે, 24 માર્ચના રોજ રાહુલ ગાંધીનું સભ્ય પદ લોકસભા સચિવાલયે અયોગ્ય જાહેર કરી દીધુ હતું. રાહુલ ગાંધીને ગુજરાતના સુરતની કોર્ટ તરફથી વર્ષ 2019ના મોદી ઉપનામ માનહાનિ કેસમાં દોષી જાહેર કર્યા અને તેમને બે વર્ષને જેલની સજા સંભળાવવાના કારણે લોકસભા સચિવાલયે આ નિર્ણય લીધો હતો.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનિના એક મામલામાં સુરતની એક કોર્ટ દ્વારા બે વર્ષ કેદની સજા સંભળાવ્યા બાદ સંબંધિત નિર્ણયને પાર્ટી ઉપરી કોર્ટમાં ટૂંક સમયમાં જ પડકાર આપવાની તૈયારીમાં છે. પાર્ટીના ઉચ્ચ પદસ્થ સુત્રોનું કહેવુ છે કે, અપીલ દાખલ કરવામાં વિલંબ થઈ રહ્યો કારણ કે, નીચલી કોર્ટનો નિર્ણય ગુજરાતી ભાષામાં છે અને 170 પાનાનો છે, જેનું અંગ્રેજી ભાષામાં કાયદાકીય દ્રષ્ટિથી યોગ્યરીતે અનુવાદ કરવામાં ચારથી છ દિવસનો સમય લાગે છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું, જલ્દી અપીલ દાખલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp