લગ્ન વખતે યુવતીએ ઊંમર 41ને બદલે 36 બતાવી, પતિએ છૂટાછેડા માગતા હાઇકોર્ટે...
આમ તો મહિલાઓ પોતાની ઉમર કોઈને બતાવતી નથી, ઘરના સભ્યો સિવાય તેની સાચી ઉંમરની કોઈને જાણ થવા દેતી નથી. ઘરના સભ્યો સિવાય લગ્ન પછી તેના પતિને આ બાબતની સાચી જાણ થાય છે. અહીંયાના કિસ્સામાં મહિલાને પોતાની સાચી ઉમર છુપાવવાનું ભારે પડી ગયું અને તેનો અંત છૂટાછેડા પર આવીને ખતમ થઇ ગયો.
છૂટાછેડાના કેસોમાં ક્રૂરતાને ઘણીવાર માપદંડ તરીકે ગણવામાં આવે છે, પરંતુ એક અનોખા ચુકાદામાં, કર્ણાટક હાઈકોર્ટે એક પુરુષને તેની પત્નીએ તેની સાથે છેતરપિંડી કરી હોવાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા. મહિલા તેના પતિ કરતા 5 વર્ષ મોટી હતી પરંતુ જ્યારે તેણે લગ્ન કર્યા ત્યારે તેણે તેની ઉંમર 36 વર્ષ જણાવી હતી. પતિએ તેના આધારે છૂટાછેડાનો કેસ કર્યો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્વીકાર્યું કે, મહિલાએ તેના પતિ સાથે છેતરપિંડી કરી છે.
જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ વિજયકુમાર પાટીલની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી. અગાઉ, ફેમિલી કોર્ટે પતિની અરજીને ફગાવી દીધી હતી કે, ફરિયાદીઓ તેમના લગ્નને રદબાતલ જાહેર કરવાના કારણોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ કિસ્સો છે એક ખ્રિસ્તી યુગલનો. બંનેના લગ્ન વર્ષ 2014માં થયા હતા. મહિલાના પરિવારજનો તેનો સબંધ બાંધવા ગયા ત્યારે સંબંધીને દીકરીની ઉંમર 36 વર્ષની હોવાનું જણાવ્યું હતું.
એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મહિલા લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત હતી, પરંતુ તેના પતિને અગાઉ આ વિશે કશું જ જણાવવામાં આવ્યું ન હતું. તેની વારંવાર પૂછપરછ કરતા તેના રોગનો ખુલાસો થયો અને એ પણ બહાર આવ્યું કે લગ્ન સમયે મહિલાની સાચી ઉંમર 41 વર્ષ હતી. કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, ફરિયાદીની પત્ની તેના કરતા 5 વર્ષ મોટી છે અને પતિ સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તેથી લગ્નજીવનને સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવે છે.
કોર્ટે કહ્યું કે, મહિલાએ ઊલટતપાસમાં સ્વીકાર્યું છે કે, લગ્ન સમયે તેની ઉંમર 41 વર્ષની હતી, તેથી આ વાતો પર વિશ્વાસ ન કરવાનું કોઈ કારણ નથી. કોર્ટે વધુમાં અવલોકન કર્યું હતું કે 'અમારું માનવું છે કે કૌટુંબિક અદાલતે દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓનું મૂલ્યાંકન કરવામાં ભૂલ કરી છે, પરિણામે ખોટા નિષ્કર્ષ પર આવ્યા છે.'
કોર્ટે ભારતીય છૂટાછેડા કાયદાની કલમ 18 અને કલમ 19ને ટાંકીને આ લગ્નને અમાન્ય જાહેર કર્યા છે. કલમ 18 અને 19 પતિ અથવા પત્નીને છેતરપિંડીના આધારે તેમના લગ્ન રદ કરવા માટે અરજી દાખલ કરવાની સત્તા આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp