મહિલાઓના અંડરગારમેન્ટ્સ ચોરતો હતો યુવક, CCTVમાં થયો કેદ
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક માથાભારે યુવકથી મહિલાઓ ખૂબ જ પરેશાન છે. તે ઘરમાં ઘૂસીને મહિલાઓ સાથે અશ્લીલ હરકત કરે છે. એટલું જ નહીં અંડરગરમેન્ટ્સ ચોરી કરીને ભાગી જાય છે. આ બાબતે લોકોએ પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધાર પર તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓ એક યુવકની હરકતોથી ખૂબ પરેશાન છે.
તે ઘરોમાં ઘૂસીને મહિલાઓ અને યુવતીઓ સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે. સાથે જ અંડરગરમેન્ટ્સ ઉઠાવીને ભાગી જાય છે. તેની આવી હરકતોથી મહિલાઓ પરેશાન છે. આ બાબતે કેટલીક મહિલાઓ અને યુવતીઓએ પરિવારજનો સાથે પહોંચીને વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે, જેના આધાર પર પોલીસ તપાસ કરી રહી છે.
એ વિસ્તારના એક રહેવાસી શિબૂ યાદવે કહ્યું કે, યુવક મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરે છે. તેની હરકતોથી અમે બધા તંગ આવી ચૂક્યા છીએ. મહિલાઓને ઘરમાં એકલી છોડીને જવામાં પણ દર લાગે છે. પોલીસ પાસે માગ છે કે તેની વહેલી તકે ધરપકડ કરી લેવામાં આવે. સ્થાનિક પુરુષોનું કહેવું છે કે, CCTV કેમેરાઓમાં નજરે પડી રહેલો માથાભારે યુવક મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરે છે. તેની આ હરકતોથી અમે તંગ આવી ચૂક્યા છે.
લોકોનું એમ પણ કહેવું છે કે, આરોપીની આ હરકતના કારણે ઘરની મહિલાઓને એકલી ઘરે છોડી જવામાં પણ ડર લાગે છે. મોટા ભાગે લોકો તો આ કારણે છેલ્લા કટલાક દિવસોથી પોતાના કામ પર પણ જઈ શકતા નથી. તો બીજી તરફ પોલીસ સ્ટેશનના પ્રભારી દિનેશ વર્માએ જણાવ્યું કે, આ બાબતની ફરિયાદ મળી છે. કોઈએ ડરવાની જરૂરિયાત નથી. આરોપી યવક CCTV કેમેરામાં કેદ થયો છે. તેની ઓળખ કરવામાં આવી રહી છે. જલદી જ તેને પકડી લેવામાં આવશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp