‘હું ઘર પર એકલી છું, જલદી આવો’, મહિલાએ હોમગાર્ડને બોલાવ્યો પછી...

PC: Khabarchhe.com

પોલીસમાં નોકરી કરતો એક હોમગાર્ડ છેલ્લાં કેટલાંક સમયથી એક મહિલાને પરેશાન કરતો હતો. મહિલાએ તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને એક દિવસ ફોન કરીને કહ્યું  કે, હું ઘરે એકલી જ છું, જલ્દી ઘરે આવી જાઓ’ મહિલાના ફોનથી હોમગાર્ડતો હવામાં ઉડવા માંડ્યો હતો,તેના મનમાં લડ્ડુ ફુટવા માંડ્યા હતા કે મહિલા સાથે મજા કરવા મળશે. પરંતુ તેને ખબર નહોતી કે, મહિલા રંગીલી નહી, પણ રણચંડી બનવાની છે. હોમગાર્ડ જેવો મહિલાના ઘરે પહોંચ્યો એટલે મહિલાએ ચપ્પલથી પિટાઇ કરવા માંડી હતી અને બાકીનું કામ કરવા માટે ગામ લોકોને સોંપી દીધો હતો. રંગીલા હોમગાર્ડનું ઇશ્કનું ભૂત પળવારમાં ગાયબ થઇ ગયુ હતું. લોકોએ ભારે ધોલાઇ કરી હતી.

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રંગીલા હોમગાર્ડને બેરહેમીથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ હોમગાર્ડને ચપ્પલ વડે માર મારીને પાઠ ભણાવ્યો છે. આશિક મિજાજ ધરાવતા હોમગાર્ડનો લોહીલુહાણ હાલતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

યુપીના બુલંદશહેરમાં હોમગાર્ડને મહિલાને પરેશાન કરવાનું ભારે પડ્યું છે. રંગીલા હોમગાર્ડને ગામમાં બોલાવીને તેનું ઇશ્કનું ભૂત મહિલાએ ઉતારી નાંખ્યું હતું. મહિલાએ ઘરમાં એકલી હોવાનું કહીને હોમગાર્ડને ફોન કરીને લલચાવ્યો હતો.અને પછી આખા ગામને ભેગા કરીને તેની ધોલાઇ કરી હતી. મહિલાએ તો હોમગાર્ડને ફટકાર્યો, પરંતુ ગામના લોકોએ પણ હાથ સાફ કરી લીધા હતા.

આ ઘટના અહમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. અહમદગઢ પોલીસ સ્ટેશનની PRB પર ફરજ બજાવતો એક હોમગાર્ડ ફોન કરીને એક મહિલાને પરેશાન કરતો હતો. તેણીની સાથે અશ્લીલ વાતો કરતો હતો. જ્યારે પણ તક મળતી ત્યારે હોમગાર્ડ મહિલાને ફોન કરીને ઇશ્ક ફરમાવતો હતો. મહિલાએ પહેલા હોમગાર્ડને ફોન નહીં કરવા સમજાવ્યો હતો, પરંતુ પ્રેમમાં આશક્ત હોમગાર્ડ માન્યો નહી. આખરે મહિલાએ તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. ગામના લોકોએ કહ્યું કે, આ હોમગાર્ડ પિસ્તોલ બતાવીને મહિલાને ધમકાવતો રહેતો હતો.

મહિલાએ હોમગાર્ડને ફોન કરીને પોતાના ગામ ખુદાદિયા આવવાનું કહ્યું, સાથે મહિલાએ કહ્યું કે, ઘરે એકલી જ છું એટલે જલ્દી આવજો. હોમગાર્ડ પહોંચ્યો તો તેને જબ્બર મેથીપાક મળ્યો હતો. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અતુલ ચૌહાણે કહ્યું હતું, આવી કોઇ ઘટના ધ્યાન પર આવી નથી, કે નથી કોઇ ફરિયાદ આવી. વીડિયોને આધારે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp