વૃદ્ધ શિક્ષક પર વરસી 'કુશાસનની લાકડી'! મહિલા પોલીસકર્મીનો માર મારતો વીડિયો વાયરલ

PC: twitter.com/PrashantKishor

બિહારના કૈમુર જિલ્લામાંથી એક ચોંકાવી દેનારો વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં બે મહિલા પોલીસકર્મી એક વૃદ્ધને માર મારતી જોવા મળી રહી છે. નજીવી વાત પર મહિલા પોલીસકર્મીઓને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો. જો કે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ સમગ્ર મામલાની નોંધ લીધી છે અને હવે કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે. કૈમુરના SPએ કહ્યું કે, આ મામલામાં કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન વિપક્ષના લોકોએ પણ બિહારની નીતીશ સરકાર પર નિશાન સાધ્યું છે.

પ્રશાંત કિશોરે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન

પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું, 'કૈમુર જિલ્લાની એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા આ વૃદ્ધ સજ્જનની ભૂલ માત્ર એટલી હતી કે તેઓ સાઇકલ પરથી પડી ગયા અને ઉઠવામાં તેમને થોડો સમય લાગી ગયો. આ નીતિશ કુમારના અધિકારીઓનું જંગલરાજ છે. ચોર અને અન્ય ગુનેગારો રાજ કરી રહ્યા છે અને જનતાને લાકડીથી માર મારવામાં આવી રહ્યો છે.

કૈમુરમાં વૃદ્ધ શિક્ષકને મરાયો માર

આ વીડિયો કૈમુર જિલ્લાના ભભુઆનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. અહીં ફરજ પર હાજર બે મહિલા પોલીસકર્મીઓએ વૃદ્ધ પર લાઠીચાર્જ કર્યો હતો. રિપોર્ટ મુજબ, વૃદ્ધનું નામ નવલ કિશોર પાંડેય છે. તે DPS સ્કૂલમાં ભણાવે છે.

એક પછી એક લાકડીઓ વૃદ્ધ પર વરસી

જણાવવામાં આવી રહ્યું છે કે, વૃદ્ધ શિક્ષક ટ્રાફિક જામ દરમિયાન રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે મહિલા પોલીસકર્મીઓ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ. જે વાતને મહિલા પોલીસે પોતાના પર લઈ લીધી અને વૃદ્ધ શિક્ષક પર એક પછી એક લાકડીઓ વરસાવી દીધી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હાલમાં લોકો પોલીસની બર્બરતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp