મહિલા જજને કોર્ટ અને ઘરે એડિટેડ અશ્લીલ તસવીરો મોકલીને આરોપીએ 20 લાખ માગ્યા...
જયપુરમાં એક મહિલા જજની તસવીરો સાથે છેડછાડ કરીને તેમની અશ્લીલ તસવીર તૈયાર કર્યા બાદ એક વ્યક્તિ દ્વારા જજને બ્લેકમેલ કરવાની ઘટના સામે આવી છે. પોલીસે આ જાણકારી આપતા જણાવ્યું કે, આરોપીએ મહિલા જજના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી તસવીરો ડાઉનલોડ કરી અને છેડછાડ કરીને અશ્લીલ તસવીરો તૈયાર કર્યા બાદ એ તસવીરોને કોર્ટમાં તેમની રૂમમાં અને તેમના ઘરે મોકલીને 20 લાખ રૂપિયાની માગ કરી છે.
આરોપીએ માગ પૂરી ન કરવા પર તસવીર સાર્વજનિક કરવાની ધમકી પણ આપી હતી. આ સંબંધમાં કેસ 28 ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની જાણકારી અત્યારે મળી છે. કેસમાં અત્યાર સુધી કોઈ ધરપકડ થઈ નથી. પોલીસે જણાવ્યું કે, CCTV ફૂટેજના આધાર પર બ્લેકમેલરની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. FIRમાં ન્યાયાધીશે ફરિયાદ કરી કે, 7 ફેબ્રુઆરીના રોજ તેઓ કોર્ટમાં પોતાના રૂમમાં ન્યાયિક કર્તવ્યોનું પાલન કરી રહ્યા હતા, જ્યારે તેમનો સ્ટેનોગ્રાફર તેમના માટે એક પાર્સલ લઈને આવ્યો.
એક અજાણ્યા ઇસમે સ્ટેનોગ્રાફરને જણાવ્યું હતું કે, પાર્સલ તેમના બાળકોની શાળાથી આવ્યું છે. સ્ટેનોગ્રાફરે જ્યારે તેનું નામ પૂછ્યું તો તે જતો રહ્યો. FIR મુજબ, પાર્સલમાં થોડી મીઠાઇ અને જજની છેડછાડ દ્વારા બનાવવામાં આવેલી અશ્લીલ તસવીરો હતી. જજને લખેલા પત્રમાં બ્લેકમેલરે ફોટો સાર્વજનિક કરવાની ધમકી આપી છે. તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘20 લાખ રૂપિયા લઈને તૈયાર રહો, નહીં તો તમને અને તમારા પરિવારને બરબાદ કરી દઇશું. સમય અને સ્થળ જલદી જ સૂચિત કરવામાં આવશે.
ચિઠ્ઠીમાં ગંદી ગાળો પણ લખેલી હતી. મહિલા જજે કોર્ટ પરિસરના CCTV કેમેરા ચેક કરાવ્યા તો એક વ્યક્તિ પાર્સલ આપીને જતો નજરે પડી રહ્યો છે. કોર્ટ પરિસરમાં સ્થિત ઓફિસમાં પાર્સલ મળ્યા બાદ મહિલા જજે પોતાના સ્તર પર બદમાશની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. બદનામીના ડરથી કેસ દાખલ કરાવ્યો નહોતો. 27 ફેબ્રુઆરીના રોજ મહિલા જજના સરકારી આવાસ પર એક કવર મળ્યું.
એ કવરમાં મહિલા જજનું નામ લખેલું હતું. એ કવરમાં પણ 3 તસવીર અને એવી જ ધમકી ભરેલી ચિઠ્ઠી લખેલી હતી. સાથે જ ઘણા પ્રકારની અશ્લીલ કમેન્ટ્સ કરેલી હતી. સરકારી ઓફિસ બાદ સરકારી આવાસ પર પણ ધમકી ભરેલી ચિઠ્ઠી મળવા અને તસવીરોને વાયરલ કરવાની ધમકી આપીને 20 લાખ રૂપિયાની માગનાર વિરુદ્ધ મહિલા જજે પોલીસ સ્ટેશન પહોંચી અને કેસ નોંધાવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp