મહિલા અનામત બિલ: કાયદો બની ગયા પછી પણ શું 2029ની ચૂંટણી પહેલા લાગૂ થશે આ બિલ

PC: twitter.com

ભારતમાં 27 વર્ષ પછી નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું છે. કઇ કેટલીય સરકારોએ આ બિલ લાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ બધા નિષ્ફળ ગયા હતા. પરંતુ લોકોના મનમા સવાલ એ છે કે મહિલા આરક્ષણ બિલ રજૂ થઇ ગયા પછી શું 2024 લોકસભાથી મહિલાઓને આ લાભ મળશે? મહિલાઓને 33 ટકા મહિલા અનામતનો લાભ કયારે મળશે? તો તમારા આ સવાલનો જવાબ તમને અહીં મળશે. પણ એટલુ ંચોક્કસ છે કે જ્યારે પણ લાગૂ પડશે, 15 વર્ષ સુધી તેનો અમલ રહેશે.

ભારતીય સંસદમાં મંગળવારે રજૂ થઈ શકે તેવા ઐતિહાસિક મહિલા અનામત બિલ વિશેની વિગતવાર માહિતી અનુસાર, આ બિલને મતવિસ્તારોની સીમાંકન પછી જ લાગુ કરવામાં આવશે.

મહિલાઓને સંસદમાં 33 ટકા અનામત આપવાની કવાયત 27 વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેમાં વારંવાર અડચણો આવ્યા હતા અને બિલ મંજૂર થઇ શક્યું નહોતું.

જો કે ભલે આ બિલનો ખરડો પસાર થઈ જશે તો પણ 2029ની સામાન્ય ચૂંટણી પહેલા મહિલા અનામતનો અમલ કરવો શક્ય બનશે નહીં, કારણ કે આ કાયદો ત્યારે જ લાગુ થઈ શકે છે જ્યારે મતવિસ્તારની સીમાંકન પછી પ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હોય અને ભારતમાં વસ્તી ગણતરી વર્ષ 2027 માં જ થવાની સંભાવના છે.

આ બિલમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામતનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય પછાત વર્ગો (OBC) માટેનો ક્વોટા આપવામાં આવ્યો નથી, કારણ કે બંધારણમાં પણ તે વિધાનસભાઓને આપવામાં આવ્યું નથી. આ ક્વોટા રાજ્યસભામાં કે રાજ્યોની વિધાન પરિષદોમાં પણ લાગુ કરવામાં આવશે નહીં.

મહિલા આરક્ષણ બિલ અનુસાર લોકસભા અને રાજ્ય વિધાનસભાની એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે સીધી ચૂંટણી દ્વારા ભરવામાં આવશે. વધુમાં, મહિલાઓ માટે અનામત બેઠકો પૈકી એક તૃતીયાંશ બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવશે.

મહિલા આરક્ષણ બિલ લાગુ થયા પછી 15 વર્ષ સુધી અમલમાં રહેશે. 15 વર્ષ પછી ફરી નવું બિલ લાવવું પડશે.

બિલમાં કહેવામાં આવ્યું છે કે, "કલમ 239AA, 330A અને 332Aની જોગવાઈઓને આધીન, લોકસભા, રાજ્યની વિધાનસભા અને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની વિધાનસભામાં મહિલાઓ માટે અનામત બેઠકો ચાલુ રહેશે. સંસદ કાયદા દ્વારા નિર્ણય કરશે તેવી તારીખ સુધી અનામત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp