મહિલાઓએ યુરોપ જેવો ડ્રેસ ના પહેરવો જોઈએ, મુશ્કેલી થાય છેઃ મંત્રીનું નિવેદન

તેલંગાણાના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલીએ મહિલાઓના કપડાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે, મહિલાઓએ યુરોપના લોકો જેવા કપડા ન પહેરવા જોઈએ, તેનાથી સમસ્યાઓ થાય છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા મંત્રી મહમૂદ અલીએ કહ્યું કે, મહિલાઓ ગમે તે પહેરી શકે છે પરંતુ ટૂંકા કપડા ન પહેરે.
એમણે વધુમાં કહ્યું કે, 'અમારી નીતિ સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક છે. તમે જે ઇચ્છો તે પહેરી શકો છો, પરંતુ યુરોપિયનો જેવા વસ્ત્રો પહેરશો નહીં, તેનાથી પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે. ઇસ્લામમાં માનનારી મહિલાઓ તેમના ધર્મ અનુસાર કપડાં પહેરે. હિંદુ ધર્મનું પાલન કરતી સ્ત્રીઓ સાડીથી માથું ઢાંકે. જ્યારે મહિલાઓ ઓછા કપડા પહેરે છે ત્યારે સમસ્યા ઉભી થાય છે, જ્યારે મહિલાઓ સંપૂર્ણ કપડા પહેરતી હોય છે ત્યારે લોકો હળવાશ અનુભવે છે.'
મીડિયા અહેવાલો અનુસાર, તેલંગાણાના ગૃહ પ્રધાને આ વાત એવી ઘટનાનો જવાબ આપતાં કહ્યું હતું કે જેમાં હૈદરાબાદની એક કોલેજે વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં બેસતા પહેલા તેમના બુરખા ઉતારવા કહ્યું હતું.
હકીકતમાં, શુક્રવારે હૈદરાબાદની KV રંગા રેડ્ડી ડિગ્રી કોલેજ ફોર વુમન પરીક્ષા કેન્દ્રમાં પહોંચેલી વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે, સ્ટાફે તેમને બુરખો પહેરીને પરીક્ષામાં બેસવા દેવાની ના પાડી હતી. મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ એમ પણ કહ્યું હતું કે, તેઓએ પરીક્ષા આપતા પહેલા રાહ જોવી પડી હતી. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, એક વિદ્યાર્થીએ કહ્યું, 'કોલેજ પ્રશાસને અમને બુરખો ન પહેરવાની સૂચના આપી છે. પરંતુ, તે પરીક્ષાના નિયમોની વિરુદ્ધ છે. અમારા માતા-પિતાએ આ બાબતની ફરિયાદ ગૃહમંત્રી મહમૂદ અલીને કરી હતી. જેના પર તેમણે કહ્યું કે, બુરખા પહેરેલી વિદ્યાર્થિનીઓને કેન્દ્રમાં આવવાની મંજૂરી ન આપવી એ યોગ્ય નથી.'
State home minister Md. Mahmood Ali - You can wear whatever you want to but don't dress like Europeans it can create problems.. women wearing fewer clothes creates trouble, people feel relaxed if they (women) wear more clothes. #Hyderabad pic.twitter.com/kTA2EFZDv9
— Ashish (@KP_Aashish) June 17, 2023
#WATCH | Telangana | Girl students who appeared for examination at KV Ranga Reddy College in Santosh Nagar, Hyderabad allege that they were "forced" to take off their burqa before sitting for the exam. (16.06.2023) pic.twitter.com/JHzWP1agsR
— ANI (@ANI) June 17, 2023
વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે, કેન્દ્રના સ્ટાફે વિદ્યાર્થીનીઓને લગભગ અડધા કલાક સુધી પરીક્ષા ખંડમાં પ્રવેશતા અટકાવ્યા હતા. ત્યાં હાજર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ પણ આ નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ ત્યાર પછી વિદ્યાર્થીનીઓએ તેમના બુરખા ઉતારવા પડ્યા હતા અને ત્યાર પછી જ તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp