BJP લીડરે લીધેલી આંદોલનની મંજૂરી, કોંગ્રેસનો નહોતો કોઈ હાથ, સાક્ષીએ...

PC: indiatoday.in

ભારતીય કુશ્તી સંઘના નિર્વર્તમાન અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન કરનારા પહેલવાનોમાં સામેલ સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કાદિયાને એક વીડિયો શેર કર્યો છે. તેના દ્વારા તેમણે આ આંદોલનની આખી હકીકત બધા સામે રાખી છે અને દરેક પહેલું બાબતે બતાવ્યું છે. સત્યવ્રત કાદિયાને કહ્યું કે, અમારા પર આરોપ લગાવવામાં આવ્યા કે આ આંદોલન કોંગ્રેસ પાર્ટીના નેતા દીપેન્દ્ર હુડ્ડાના કહેવા પર અમે કર્યું, પરંતુ એ સત્ય નથી. આ આંદોલનની શરૂઆત જાન્યુઆરી 2022માં જ્યારે થઈ હતી, ત્યારે તેની મંજૂરી ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા બબિતા ફોગાટ અને તીર્થ રાણાએ લીધી હતી.

ત્યારબાદ તેણે તેની મંજૂરીની કોપી પણ પોતાના વીડિયોમાં દેખાડી. સત્યવ્રત કાદિયાને કહ્યું કે, 28 મેના રોજ થનારી મહિલા મહાપંચાયતનો નિર્ણય ખાપ પંચાયતે લીધો. અમને તો ખબર પણ નહોતી કે નવી સંસદનું ઉદ્વઘાટન થવાનું છે. અમે હરિદ્વાર ગયા અને અમે પોતાના મેડલ પોતાના પરિવારજનો અને કોચને પરત કર્યા. ત્યાં શું થઈ રહ્યું હતું અમને ખબર નથી. અમે આંદોલનકારી નથી, અમને અનુભવ નથી. અમને સમજ પડી રહી નહોતી કે કોણ અમારી સાથે છે અને કોણ અમારી વિરુદ્ધ.

સત્યવ્રત કાદિયાને કહ્યું કે મહિલાઓ, મહિલા પહેલવાનો સાથે જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો, તેની વિરુદ્ધ બધા અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ અમારામાં એકતાની કમી હતી. અમે અગાઉ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાત રેસલિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ સુધી પહોંચી જતી હતી અને એ ખેલાડીના કરિયર બરાબાદ કરવાનો પ્રયાસ થતો હતો. અમે બધાને વારંવાર કહ્યું છે કે, અમારી લડાઈ સરકાર વિરુદ્ધ નથી, અમારી લડાઈ માત્ર વૃજભૂષણ સિંહ સાથે છે કેમ કે અધ્યક્ષ પદ પર રહેતા તેમણે ઘણા ખોટા કામ કર્યા છે.

સાક્ષી મલિકે વીડિયોમાં જણાવ્યું કે, અમારા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા કે અમે આટલા સમય સુધી ચૂપ કેમ રહ્યા. તેણે કહ્યું કે, સૌથી પહેલા પહેલવાનોમાં એકતાનો આભાવ હતો અને અમે એક સાથે ન થઈ શક્યા. ત્યારબાદ તેનું બીજું કારણ એ હતું કે સગીર છોકરી જેણે 161 અને પછી 164ના નિવેદન આપ્યા. તેના ઘણા દિવસ બાદ તેણે પોતાના નિવેદન બદલ્યા કેમ કે તેના પરિવારને ડરાવવા અને ધમકાવવામાં આવ્યો. તો અમે સિંગલ-સિંગલ અવાજ કઈ રીતે ઉઠાવી શકતા હતા.

કુશ્તીમાં આવનારા મોટા ભાગના ખેલાડી ગરીબ પરિવારથી હોય છે અને તેમનામાં હિંમતનો અભાવ હોય છે. તેમાં તાકત નથી કે તેઓ આટલી મોટી વ્યવસ્થા અને આટલા પાવરફૂલ વ્યક્તિ વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે. જ્યારે ભારતના ટોપ રેસલર્સે તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો પરંતુ તેમને કઈ કઈ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું. સાક્ષી મલિક અને સત્યવ્રત કાદિયાને ખાપ પંચાયતોથી નારજગીને અફવા બતાવી. તેણે કહ્યું કે, જો ખાપ પંચાયતને તેની કોઈ વાત ખરાબ લાગી હોય તો તે માફી માગે છે અને અપીલ કરે છે કે અફવા પર ધ્યાન ન આપે. તો સાક્ષી મલિકે આ વીડિયોમાં કહ્યું કે, અમે લોકો ઇચ્છીશું કે આગળ પણ મુશ્કેલ સમયમાં તમે અમારો સાથ આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp