બબીતા ફોગાટ હવે મહિલા પહેલવાનોનો સાથ છોડી રહી છે, સરકાર તરફી આપ્યું નિવેદન

PC: tribuneindia.com

દિલ્હીમાં પહેલવાનોના આંદોલનના 3 મુખ્ય ચહેરા (બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ) હવે પોતાની નોકરી પર પરત ફરી ગયા છે. સાક્ષી મલિકે કહ્યું કે, સત્યાગ્રહ સાથે સાથે તે રેલવેમાં પોતાની જવાબદારી નિભાવી રહી છે. તેની આ સ્પષ્ટતા એ સમાચારો બાદ આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સાક્ષી પહેલવાનોના આંદોલનથી પાછળ હટી ગઈ છે. તેણે આ સમાચારોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, ન્યાયની લડાઈમાં અમારામાંથી કોઈ ન પાછળ હટ્યું છે અને ન હટશે.

આ દરમિયાન કુશ્તી મહાસંઘની દેખરેખ સમિતિના સભ્ય રહી ચૂકેલા બબીતા ફોગાટે પહેલવાનોના આંદોલન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, લોકો પહેલવાનોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કાયદાકીય પ્રક્રિયા અને સિસ્ટમ પર ભરોસો રાખવો જોઈએ. સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે બધુ કરી રહી છે. હું હંમેશાં તેમની (પહેલવાનો) સાથે છું. આ આંદોલન કઈ દિશામાં જતું નજરે પડી રહ્યું છે? આ સવાલનો જવાબ આપતે બબતી ફોગાટે કહ્યુ કે, ખેલાડીઓની જે માગ છે તેના પર સરકારની પૂરી નજર છે, સરકાર દરેક વસ્તુને જોઈ પણ રહી છે અને સંભાળી પણ રહી છે.

કમિટીના સભ્યના રૂપમાં તમારું નામ કેવી રીતે આવ્યું? આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, બધા ખેલાડીઓએ મળીને સાક્ષીનું નામ લેવાનો નિર્ણય લીધો હતો. સાક્ષીએ પોતે કહ્યું હતું કે, હું નહીં સંભાળી શકું. સાક્ષીએ કહ્યું કે, તમે લોકો જો સહમત હોવ તો ઈચ્છીશ કે બબીતાને કમિટીની સભ્ય બનાવવામાં આવે. તેના પર બધાએ સહમતી પણ આપી. મેં કોઈ સાથે અન્યાય કર્યો નથી અને ન થવા દઇશ. હરિદ્વારની ઘટના પર તમારું શું કહેવું છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જે કોઈએ પણ આ સલાહ આપી, તેણે ખેલાડીઓ બાબતે વિચાર્યું નથી. ક્યાંક ને ક્યાંક ખેલાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. હું જો ત્યાં હોત તો ક્યારેય એમ ન કરવા દેતી. પછી કેમ નહીં પગ પગાડવા પડતા. મને એ વાતની તકલીફ છે.

હવે આ મામલે આગળ શું? તેના પર બબીતા ફોગાટે કહ્યું કે, બધાએ ન્યાયિક પ્રક્રિયા અને તપાસનું સમર્થન કરવું જોઈએ. શનિવારે જ પહેલવાનોએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રેસલર સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કાદિયાને આ બેઠકની પુષ્ટિ કરી હતી. તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. જો કે, તેમણે કહ્યું હતું કે બેઠકમાં પહેલવાનોએ વૃજભૂષણની ધરપકડની માગ ઉઠાવી હતી, પરંતુ આ બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp