પહેલવાનોનો મોટો દાવો- ટિકિટ છતા ન જોવા દીધી IPL મેચ, પોલીસ બોલી-કોઈને રોક્યા નથી

ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહને પદ પરથી હટાવવાની માગને લઈને દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા પહેલવાનોએ એક મોટો આરોપ લગાવ્યો છે. બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, તેમને દિલ્હીમાં IPL મેચ જોતા રોકવામાં આવ્યા. આ દરમિયાન બજરંગ પુનિયાએ કહ્યું કે, અમારી પાસે ટિકિટ હતી, અમે લોકો મેચ જોવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અરુણ જેટલી સ્ટેડિયમમાં પોલીસે અમને રોક્યા.

તેણે કહ્યું કે, અમે જાણવા માગીએ છીએ કે કાયદેસર ટિકિટ હોવા છતા અમને દિલ્હીમાં મેચ જોતા કેમ રોકવામાં આવ્યા. જો કે, દિલ્હી પોલીસે આરોપોનું ખંડન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, પહેલવાનોને IPL જોતા રોકવા સંબંધિત ભ્રામક સમાચાર પ્રસારિત કરી રહ્યા છે. ફિરોજશાહ કોટલા મેદાન પર કોઈ પણ કાયદેસર ટિકિટ કે પાસધારીને રોકવામાં આવ્યા નથી. બધાને તેમના નિયત ગેટ પરથી પ્રવેશ આપવામાં આવ્યો છે.

સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણાં પ્રદર્શન કરનારા પહેલવાનોમાં ઓલિમ્પિક વિજેતા બજરંગ પુનિયા, સાક્ષી મલિક વિનેશ ફોગાટે અને સુમિત મલિક જેવા મોટા નામ સામેલ છે. બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા છે. તેણે કોમનવેલ્થ 2022માં ગોલ્ડ મેડલ જીત્યું હતું. બજરંગ પુનિયા કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સહિત 3 મેડલ જીતી ચૂક્યા છે. તે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં 4 મેડલ જીતી ચૂક્યો છે. એ સિવાય વર્ષ 2013 અને વર્ષ 2019ની ચેમ્પિયનશીપમાં પણ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યું હતું. તો વર્ષ 2018ના વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.

સાક્ષી મલિક રિયો ઓલિમ્પિક મેડલ વિજેતા છે. વર્ષ 2014માં થયેલા ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 58 કિલોગ્રામ વર્ગમાં સાક્ષીએ સિલ્વર મેડલ જીત્યું હતું. ત્યારબાદ વર્ષ 2015માં દોહામાં થયેલી સીનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં 60 કિલોગ્રામ વર્ગમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. વિનેશ ફોગાટે એશિયાડ અને વર્લ્ડ કુશ્તી ચેમ્પિયનશીપની વિજેતા છે. હરિયાણાના ભિવાની જિલ્લાથી આવનારી વિનેશ ફોગાટ એશિયન રમતોમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય પહેલવાન છે. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતીને તેણે ઇતિહાસ રચી દીધો હતો. સુમિત મલિક રાષ્ટ્રમંડળ રમતોમાં મેડલ વિજેતા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.