નવી સંસદના ઉદ્ઘાટન વખતે મહિલા પહેલવાનોએ એવું શું કર્યું કે પોલીસે પકડી લીધા

જંતર-મંતરથી પ્રદર્શનકારી પહેલવાનોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. પહેલવાન સંસદ ભવન તરફ માર્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પહેલવાનોએ પોલીસની બેરિકેડિંગ તોડી દીધી, ત્યારબાદ તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા. પહેલવાનોનું કહેવું છે કે, અમે શાંતિપૂર્ણ માર્ચ કાઢીશું. એ અમારો અધિકાર છે. પોલીસે જ્યારે બજરંગ, પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકને કસ્ટડીમાં લીધા, તો તેઓ રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા.

આ અગાઉ વિનેશ ફોગાટે વીડિયો શેર કરીને આરોપ લગાવ્યા હતા કે મહિલા મહાપંચાયતમાં સામેલ થવા આવી રહેલા બધા લીડર્સને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. પહેલવાન બજરંગ પુનિયાએ પણ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અમે 11:30 વાગ્યે નવી સંસદ તરફ કૂટ કરીશું. હું પોલીસ પ્રશાસનને અપીલ કરીશ કે અમે શાંતિપૂર્વક જઈશું, અમને પરેશાન ન કરવામાં આવે. બધાને અનુરોધ છે કે શાંતિ બનાવી રાખે.

બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસના અધિકારી ગેરવર્તન કરી રહ્યા છે. પરિવારોને પણ અંદર આવવા દેવામાં આવી રહ્યા નથી. આજે મહાપંચાયત થશે. અમે તેની મંજૂરી માટે કાલે જ અરજી આપી હતી. પોલીસ અમારા લોકોને ભરમાવી રહી છે. અમારી સાથે કોઈ વાતચીત થઈ નથી. આ અગાઉ વિનેશ ફોગાટે  મીડિયા સાથે વાત કરતા આરોપ લગાવ્યો હતો કે, સરકાર અમારા પર સમજૂતીનો દબાવ બનાવી રહી છે, પરંતુ અમે સમજૂતી માટે તૈયાર નથી કેમ કે જે શરત રાખવામાં આવી રહી છે તે વૃજભૂષણની ધરપકડની જરાય નથી. નવી સંસદ સામે થનારી મહિલા સન્માન મહાપંચાયત થઈને રહેશે.

પહેલવાનોની નવી સંસદ કૂચની જાહેરાતને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી. ઈસ્ટ દિલ્હીના DCP અમૃતા ગુગુલોથે કહ્યું કે, દિલ્હી પોલીસ આ પ્રકારના કેસોને પહોંચીવળવા પૂરી રીતે તૈયાર છે. અમારી પાસે અતિરિક્ત માત્રામાં સુરક્ષા બળ છે અને બધાની તૈનાતી કરવામાં આવી છે. તો ટિકરી બોર્ડર પર પણ પોલીસે સુરક્ષા સખત કરી દીધી છે કેમ કે ખાપ પંચાયતના નેતાઓ અને ખેડૂતોએ નવા સંસદ ભવન તરફ પ્રદર્શનકારી પહેલવાનોની માર્ચમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.

બીજી તરફ જંતર-મંતર જવા અગાઉ થયેલી કાર્યવાહી પર BKU કાર્યકર્તા ગુસ્સે થઈ ગયા. નેશનલ હાઇવે-34 જામ કરીને તેઓ નેશનલ હાઇવે પર જ ધરણાં પર બેસી ગયા. જાણકારી મળતા જ SP સિટી અને પોલીસકર્મી ઘટનાસ્થળ પર પહોંચી ગયા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.