પહેલવાનોના ભાજપના સાંસદ પર ગંભીર આરોપ, બોલ્યા- સ્તન પર હાથ લગાવ્યો, પેટ પર...

PC: indianexpress.com

દેશના કેટલાક પહેલવાન 23 એપ્રિલથી દિલ્હીના જંતર મંતર પર ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. પહેલવાન રેસસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પ્રદર્શ કરી રહ્યા છે. પહેલવાનો તરફથી WFI અધ્યક્ષ પર યૌન ઉત્પીડન સહી ગંભીર આરોપ લગાવ્યા છે. વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 7 પહેલવાનોએ યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. તેમાં એક સગીર પહેલવાન પણ સામેલ છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, ખબર પડી છે કે 2 મહિલા પહેલવાનોએ પોતાની ફરિયાદમાં બ્રીદિંગ પેટર્ન ચેક કરવાના બહાને ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે.

રિપોર્ટ્સ મુજબ, દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં 21 એપ્રિલના રોજ નોંધાવેલી અલગ અલગ 2 ફરિયાદોમાં યૌન ઉત્પીડનની ઓછામાં ઓછી 8 ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહી જે બે મહિલા પહેલવાનોએ આરોપ લગાવ્યા છે તેમનો બળજબરીપૂર્વક સ્પર્શ કર્યો. બંનેએ ટુર્નામેન્ટ દરમિયાન, વોર્મ-અપ અને WFIની ઓફિસમાં યૌન ઉત્પીડન થવાની વાત કહી છે. ફરિયાદ મુજબ, WFI પ્રેસિડેન્ટ તરીકે વૃજભૂષણ્ણ પ્રભાવ અને આ ડરથી કે ક્યાંક તેઓ તેમના કરિયરમાં બાધા ન નાખે એટલે મહિલા પહેલવાન માનસિક અને શારીરક રૂપે અત્યાચાર થવા છતા પહેલા કંઈ ન બોલી શકી.

એક મહિલા પહેલવાને પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, વર્ષ 2016માં એક ટૂર્નામેન્ટ દરમિયાન રેસ્ટોરાંમાં વૃજભૂષણ શરણ સિંહે ટેબલ પર સાથે બેસવા કહ્યું હતું. ત્યારબાદ કથિત રીતે તેના બ્રેસ્ટ અને પેટનો સ્પર્શ કર્યો હતો. મહિલા પહેલવાને આરોપ લગાવ્યો કે, આ પ્રકારની ઘટના વર્ષ 2019માં આ એક ટૂર્નામેન્ટ દરમિયાન પણ થઈ. મહિલા પહેલવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, WFIની ઓફિસમાં પણ તેમનું યૌન ઉત્પીડન થયું. આરોપ લગાવ્યો છે કે, ત્યારે બ્રીદિંગ પેટર્ન ચેક કરવાની વાત કહીને તેના બ્રેસ્ટનો સ્પર્શ કર્યો અને પેટ પર હાથ રાખ્યો.

વર્ષ 2018માં એક ટૂર્નામેન્ટ દરમિયાન વૃજભૂષણે તેને ઘણા સમય સુધી જકડીને ગળે લગાવી, અન્ય એક ટૂર્નામેન્ટ દરમિયાન એમ પણ થયું, જ્યારે ગળે લગાવવા દરમિયાન હાથ તેના બ્રેસ્ટની નજીક હતો અને પહેલવાને પોતાને છોડાવવી પડી હતી. ફરિયાદ દાખલ કરાવનારી બીજી મહિલા પહેલવાને આરોપ લગાવ્યો કે, વર્ષ 2018માં જ્યારે તે વોર્મ-અપ કરી રહી હતી, ત્યારે વૃજભૂષણ સિંહે તેની સહમતી વિના તેની ટ્રેનિંગ જર્સી ઉઠાવી, એમ કહેતા કે તેના બ્રેસ્ટ અને પેટનો સ્પર્શ કર્યો કે તેનું બ્રીદિંગ પેટર્ન ચેક કરવા માગે છે.

બીજી ઘટના એક વર્ષ બાદ અશોક રોડ સ્થિત WFIની ઓફિસમાં હતી. જ્યારે પહેલવાને ઓફિસમાં પ્રવેશ કર્યો તો વૃજભૂષાને બાકી લોકોને ત્યાંથી જવા કહ્યું. ત્યારબાદ તેમને પહેલવાનને કથિત રીતે ખેચીને તેના શરીરને જકડવાનો પ્રયાસ કર્યો. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, જ્યારે આ મહિલા પહલવાનોનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે ફરિયાદ પર કઈ પણ કહેવાની ના પાડી દીધી. મહિલા પહેલવાન દિલ્હી પોલીસ સામે પોતાના નિવેદન નોંધાવી ચૂકી છે. તો તેના પર ટિપ્પણી માટે વૃજભૂષણ ઉપલબ્ધ નહોતા. જો કે, વૃજભૂષણે પહેલવાનોના આરોપોને નકાર્યા છે. વૃજભૂષાને તેને રાજનૈતિક બદલાનો હિસ્સો અને પ્રતિદ્વંદ્વિનું ષડયંત્ર બતાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp