'યમરાજે મોકલ્યો...' કાર એક્સપ્રેસ વે પર 100 Kmની ઝડપે દોડી, પછી...

PC: india.postsen.com

લખનઉ એક્સપ્રેસ વે પર એક વ્યક્તિ તેની કારમાં હેલ્મેટ પહેરીને ડ્રાઇવ કરી રહ્યો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાઘવેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ સોશિયલ મીડિયા પર 'હેલ્મેટ મેન ઓફ ઈન્ડિયા' તરીકે પ્રખ્યાત છે. રાઘવેન્દ્રના આ પહેલા પણ ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં તે લોકોને ફ્રીમાં હેલ્મેટ આપતા જોવા મળે છે. રાઘવેન્દ્રએ માર્ગ અકસ્માતમાં તેના એક મિત્રને ગુમાવ્યા બાદ લોકોને મફત હેલ્મેટનું વિતરણ કરવાનું અભિયાન શરૂ કર્યું.

રાઘવેન્દ્રનો તાજેતરનો વીડિયો ચર્ચામાં છે. તેમાં તે હેલ્મેટ પહેરીને કાર ચલાવતો જોવા મળે છે. રાઘવેન્દ્રએ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો, તેનું કેપ્શન હતું, તેમની કારની સ્પીડ 100થી ઉપર ક્યારે પણ નથી લઇ જતો, પરંતુ લખનઉ એક્સપ્રેસ વે પર જ્યારે એક વ્યક્તિએ મને ઓવરટેક કર્યો તો હું દંગ રહી ગયો, કારણ કે હેલ્મેટ વિના તેની સ્પીડ અમારા કરતા વધુ હતી. તેને હેલ્મેટનું સેફ્ટી કવર આપવા માટે, તેણે તેની કાર 100થી વધુની સ્પીડથી ચલાવવી પડી, આખરે તેને પકડી પડ્યો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રાઘવેન્દ્રએ એક્સપ્રેસ વે પર એક બાઇક સવારને હેલ્મેટ ન પહેરવા બદલ રોક્યો હતો. તેણે આ વ્યક્તિને કહ્યું કે, તે લાંબા સમયથી તેને ફોલો કરી રહ્યો છે. આ પછી તેણે બાઇક સવારને હેલ્મેટ ભેટમાં આપી.

વીડિયોમાં રાઘવેન્દ્ર કહેતા પણ જોવા મળી રહ્યા છે, મારી કારની પાછળ એક મેસેજ લખવામાં આવ્યો છે, 'યમરાજ ને ભેજા હૈ બચાને કે લિયે... ઉપર જગહ નહિ હૈ જાણે કે લિયે...', આ દરમિયાન રાઘવેન્દ્રએ બાઇક સવારને વિનંતી કરી કે હેલ્મેટ જરૂર પહેરો.

આ દરમિયાન રાઘવેન્દ્રએ બાઇક સવારને એમ પણ કહ્યું કે, તમારા વાળ ઘણા સારા છે, પરંતુ હેલ્મેટ પહેરો. આ સાંભળીને બાઇક સવાર હસવા લાગ્યો. રાઘવેન્દ્રએ વધુમાં કહ્યું કે, 'એક્સપ્રેસ વે એ 'મૃત્યુનો એક્સપ્રેસ વે' છે. આવી સ્થિતિમાં હેલ્મેટ પહેરવામાં બેદરકારી ન દાખવો.'

વાયરલ વીડિયોમાં રાઘવેન્દ્રએ જે બાઇક સવારને હેલ્મેટ આપ્યું તેનું નામ નિખિલ તિવારી છે. તે ઈટાવાનો રહેવાસી છે. તે બાઇક દ્વારા શિકોહાબાદ જઈ રહ્યો હતો.

રાઘવેન્દ્ર કુમાર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે 'હેલ્મેટ મેન ઓફ ઈન્ડિયા'ના યુઝરનેમ સાથે ટ્વિટર પર સક્રિય છે. ટ્વિટર પર તેના 5 હજારથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે, તેના YouTube પર 3 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તે અવારનવાર રસ્તા પર જતા લોકોને રોડ સેફ્ટી અંગે જાગૃત કરતા રહેતા હોય છે.

એક પ્રસંગે તેઓ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ મળ્યા હતા. આ દરમિયાન નીતિન ગડકરીએ ટ્વિટર પર રાઘવેન્દ્ર કુમારની ખૂબ પ્રશંસા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર પર લખ્યું, 'રાઘવેન્દ્ર, મિત્ર ગુમાવ્યા બાદ બાઇકર્સને ફ્રી હેલ્મેટ આપી રહ્યા છે, રાઘવેન્દ્રનો હેતુ લોકોને રોડ સેફ્ટી અંગે જાગૃત કરવાનો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp