તાજમહલને નુકસાન નહીં પણ ફાયદો પહોંચાડશે પૂરનું પાણી, જાણો શા માટે

PC: thenational.com

ઉત્તર પ્રદેશના આગરામાં યમુના નદી તોફાને છે. યમુનાનું જળસ્તર એટલું વધી ગયું કે નદી તાજમહલને અડીને વહી રહી છે. હવે સવાલ ઉભો થાય છે કે જો યમુના નદીનું પાણી તાજમહલને સતત સ્પર્શીને વહેતું રહેશે તો તેનાથી નુકસાન થઇ શકે છે. ભવનોને મોટે ભાગે ભેજવાળા ક્ષેત્રથી દૂર બનાવવામાં આવે છે. પણ શાહજહાએ તાજમહલને બનાવવા માટે આખરે યમુના નદીનો કિનારો શા માટે પસંદ કર્યો, તેની પાછળ પણ મોટું કારણ છે.

મુઘલ સમ્રાટ શાહજહાએ તાજમહલને ખાસ વાસ્તુકળાને કારણે યમુના નદીના કિનારે બનાવ્યું હતું. કહેવામાં આવે છે કે 50 કુવાઓ પર યમુનાનું બંધારણ ટક્યુ છે. આખી ઈમારતનું વજન આ કુવાઓ પર છે. નિર્માણ સમયે આ કુવાઓમાં આબનૂસ અને મહોગનીના લાકડાઓ નાખવામાં આવ્યા હતા. આ કુવાઓની ડિઝાઈન એ રીતે કરવામાં આવી હતી કે યમુના નદીથી તેને ભેજ મળતો રહે, કારણ કે કુવાની અંદર પડેલા લાકડાઓને જેટલો ભેજ મળશે, એટલી વધારે મજબૂતાઇ તાજમહેલને મળશે. ASIના એક અધિકારી અનુસાર, તાજમહલના બંધારણમાં બનાવેલા કુવાઓને સતત પાણી મળતું રહે એ જરૂરી છે. જો તેને પાણી મળશે નહીં તો તે અસુરક્ષિત થઇ જશે.

આબનૂસના લાકડાનો ઉપયોગ મકાનનો સામાન બનાવવામાં કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે ભીના થવા પર વધારે મજબૂત થાય છે. આ લાકડા ભીના થવા પર ન તો સડે છે અને નહીં કે સંકોચાઇ છે કે ફૂલાઈ છે. તો મહોગનીના લાકડાની વાત કરીએ તો એ પણ અલગ રીતનું લાકડું છે. આના પર પણ પાણીની કોઈ અસર થતી નથી. આ લાકડાનો ઉપયોગ વહાણો, ફર્નીચર, પ્લાઈવુડ, શણગારની વસ્તુઓ અને મૂર્તિઓ બનાવવામાં કરવામાં આવે છે. પોતાના ઔષધીય ગુણોને કારણે આ લાકડામાં કોઈપણ રીતનો રોગ લાગતો  નથી.

તાજમહલના પાછળના ગામ નગલા પૈમા, અહમદ બુખારી, ગઢીમાં પાણી ભરાઈ ગયા છે. જોકે, યમુના નદીનું પૂરનું પાણી શહેરી ક્ષેત્રના લોકો માટે મુસીબતનું કારણ બન્યું છે. પાણીના ઝડપી વહેણને લીધે યમુના કિનારે વસેલા લોકોની ઝુપડીઓ અને સામાન પાણીમાં વહી ગયો છે. લાલ કિલ્લાની પાસે પણ યમુના નદીનું પાણી પહોંચી ગયું છે. યમુના કિનારા પર સ્થિત કૈલાશ મંદિરની અંદર પણ પાણી ભરાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp