સીમા-અંજૂની જેમ પ્રેમ માટે વધુ 1 મહિલાએ સીમા ઓળંગી કર્યા લગ્ન, આ દેશથી આવી

PC: Facebook Love

હાલના દિવસોમાં દેશમાં સીમા હૈદર અને અંજૂ મીણામાંથી ફાતિમા બનેલી મહિલાની ચર્ચા ખૂબ થઈ રહી છે. એક તરફ જ્યાં પબ્જી પર પ્રેમ કરીને સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવી ગઈ છે, તો અંજુ ફેસબુક પર મિત્રતા કરીને પાકિસ્તાન જતી રહી. હવે વધુ એક એવી જ ઘટના સામે આવી છે. શ્રીલંકાની એક 25 વર્ષીય યુવતીએ ભારત આવીને 28 વર્ષીય લક્ષ્મણ સાથે લગ્ન કરી લીધા છે. લક્ષ્મણ આંધ્ર પ્રદેશના ચિત્તૂરનો રહેવાસી છે. મહિલાનું નામ વિગ્નેશ્વરી કહેવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, 6 વર્ષ અગાઉ બંનેની ફેસબુક ઉપર જ મિત્રતા થઈ હતી. ત્યારબાદ તે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી અને લગ્ન પણ કરી લીધા. સોશિયલ મીડિયા પર લગ્નના આ સમાચાર વાયરલ થવા લાગ્યા તો પોલીસે વિગ્નેશ્વરી પર સખતાઈ દેખાડી. ઉલ્લેખનીય છે કે તેના વિઝા સમાપ્ત થઈ ચૂક્યા છે. પોલીસે કહ્યું કે, તેણે 15 ઑગસ્ટ સુધી વધારવા પડશે કે પછી દેશ છોડવો પડશે. સીમા-સચિન અને અંજૂ-નસરુલ્લાનો મામલો પહેલાથી જ ચાલી રહ્યો હતો. એવામાં વિગ્નેશ્વરી અને લક્ષ્મણના આ સંબંધ પર લોકોની વધુ નજરો છે.

વિગ્નેશ્વરી 8 જુલાઇના રોજ આંધ્ર પ્રદેશ પહોંચી હતી અને 20 જુલાઇના રોજ લગ્ન કરી લીધા હતા. તેણે ચિત્તૂરના જ વી કોટા મંદિરમાં હિન્દુ પરંપરાના હિસાબે લગ્ન કર્યા. ઉલ્લેખનીય છે કે, લક્ષ્મણ કડિયાકામ કરે છે. ફેસબુક પર વર્ષ 2017માં એ બંનેની મિત્રતા થઈ હતી. 8 જુલાઇના રોજ વિગ્નેશ્વરી ચેન્નાઈ પહોંચી તો લક્ષમણ તેને રીસિવ કરવા ગયો હતો. તે વિગ્નેશ્વરીને પોતાના ઘરે લઈ ગયો અને પરિવારજનોની સહમતીથી લગ્ન કરી લીધા. ત્યારબાદ ચિત્તૂર જિલ્લાની પોલીસને જ્યારે ખબર પડી તો SP વાઇ. રિશંત રેડ્ડીએ તેને નોટિસ પાઠવી.

પોલીસે કહ્યું કે, 15 ઑગસ્ટ સુધી તેણે શ્રીલંકા ફરવું પડશે. વિગ્નેશ્વરીએ પોતાના દેશ શ્રીલંકા પાછા જવાની ના પાડી દીધી છે. વિગ્નેશ્વરી પોતાના વિઝા એક વર્ષ સુધી વધારવા માટે અરજી કરી ચૂકી છે. તો પોલીસનું કહેવું છે કે વિગ્નેશ્વરીને લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે, જેથી આગળ તે કોઈ પ્રકારની મુશ્કેલીમાં ન ફસાય. ખેર હવે જોવાનું એ રહેશે કે વિગ્નેશ્વરી શ્રીલંકા પરત ફરે છે કે પછી લગ્નનું રજીસ્ટ્રેશન કરાવે છે? તેના શ્રીલંકા ન ફરવા પર પોલીસ શું કાર્યવાહી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp