
બાબા રામદેવે રવિવારે કહ્યું કે, કોર્પોરેટ પોતાનો 99 ટકા સમયનો ઉપયોગ પોતાના હિત માટે કરે છે, જ્યારે એક સંતાનો સમય બધાની ભલાઈ માટે થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમનું અહી 3 દિવસ રહેવું મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા અબજપતિઓના સમયથી વધુ મૂલ્યવાન હતો. બાબા રામદેવ પોતાના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને સન્માનિત કરવા માટે આયોજિત એક સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયક ઉપસ્થિત હતા.
પતંજલિ આયુર્વેદના સંસ્થાપક બાબા રામદેવે કહ્યું કે, હું હરિદ્વારથી 3 દિવસ માટે અહીં આવ્યો. મારા સમયનું મૂલ્ય અદાણી, અંબાણી, ટાટા અને બિરલાથી વધારે છે. કોર્પોરેટ પોતાનો 99 ટકા સમયનો ઉપયોગ પોતાના હિત માટે કરે છે, જ્યારે એક સંતાનો સમય બધાની ભલાઈ માટે હોય છે. તેમણે પતંજલિને પુનર્જીવિત કરીને તેને આ નાણાકીય વર્ષ દરમિયાન 40 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર’વાળી કંપની બનાવવા માટે બાલકૃષ્ણના વખાણ કર્યા.
Attended the Lomanya Matrubhumi Puraskar 2023 extended to @Ach_Balkrishna Ji, CEO Patanjali Ayurved in the presence of Union Minister Shri @shripadynaik, Yog Guru @yogrishiramdev Ji, H.H. @Sadgurudev_Goa Swami Ji,… 1/4 pic.twitter.com/zZLwCCPAvY
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) February 19, 2023
તેમણે કહ્યું કે, ‘પતંજલિ જેવુ સામ્રાજ્ય બનાવીને ભારતને પરમ વૈભવશાળી બનાવવાનું સપનું સાકાર કરી શકાય છે. અહીં બાબા રામદેવે એમ પણ કહ્યું કે શાળામાં અભ્યાસ કરાવવામાં આવતા ઇતિહાસના પુસ્તકો ખોટા છે કે સાચા? દેશના અસલી નાયક કોણ છે? મુઘલ શાસકો પર ફરીથી રાજકીય જંગ શરૂ થઈ ગઈ છે. ગોવાના એક કાર્યક્રમમાં યોગ ગુરુ બાબા રામદેવે આરોપ લગાવ્યો કે પાઠ્ય પુસ્તકોમાં ખોટો ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે. મુઘલ શાસકોનું મહિમામંડન કરવામાં આવે છે. જ્યારે પોતાના નાયકો બાબતે ખોટી જાણકારી આપવામાં આવી છે.
આ અગાઉ શનિવારે રામદેવે દાવો કર્યો હતો કે કોરોના મહામારી બાદ દેશમાં કેન્સરના કેસ વધ્યા છે, પરંતુ ચિકિત્સા વિશેષજ્ઞોનું કહેવું છે બંને વચ્ચે કોઈ સંબંધ નથી અને કેસોમાં વૃદ્ધિ એક સામાન્ય ઘટના છે. એક પ્રસિદ્ધ ઓન્કોલજીસ્ટે કહ્યું કે, કેન્સરના કેસ વાર્ષિક 5 ટકા અવધિ રહ્યા છે અને તેનું મહામારી સાથે કોઈ લેવું-દેવું નથી. બાબા રામદેવે ગોવાના મીરામાર સમુદ્ર તટ પર સવારે સવારે એક સભાને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી હતી, જ્યાં તેમની પતંજલિ યોગ સમિતિએ એક યોગ શિબિરનું આયોજન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp