UPની ભાજપ સરકારના મંત્રીની તસવીર વાયરલ, કાર્યકર્તાઓ પાસે પગ દબાવતા નજરે પડ્યા

PC: twitter.com/INCUttarPradesh

લોકસભાની ચૂંટણી 2024ને હવે થોડા જ મહિના બચ્યા છે. બધી રાજનૈતિક પાર્ટીઓ તૈયારીઓને ધાર આપવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં નિર્બલ ઇન્ડિયન શોષિત હમારા આમ દલ (નિષાદ પાર્ટી) પણ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગઈ છે. આ દરમિયાન નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યોગી સરકારમાં મંત્રી સંજય નિષાદ પોતાની એક તસવીરને લઈને ચર્ચામાં આવી ગયા છે. તસવીરમાં સંજય નિષાદ કોઈ રાજા મહાજારાની જેમ સોફા પર પગ લાંબા કરીને બેઠા છે અને તેમના સેવક એટલે કે કાર્યકર્તા તેમના પર દબાવી રહ્યા છે.

યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સંજય નિષાદની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગી છે. લોકો તસવીરો શેર કરતા મંત્રી સંજય નિષાદને આડે હાથ લઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં નજરે પડી રહ્યું છે કે, નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય નિષાદ સોફા પર બેઠા છે, તેમની સામે એક મેજ પડી છે, એ મેજ પર સંજય નિષાદ પોતાના બંને પગ રાખ્યા છે. મંત્રી સંજય નિષાદ હાથમાં મોબાઈલ લઈને છે અને તેમની બંને બાજુ બે લોકો નિષાદ પાર્ટીની ટોપી પહેરીને જમીન પર બેઠા છે.

તેમાંથી એક વ્યક્તિ ઉંમરવાન લાગી રહ્યો છે. એ બંને જ લોકો મંત્રી અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય નિષાદના પગ દબાવી રહ્યા છે. તસવીરમાં નજરે પડી રહ્યું છે કે, સંજય નિષાદની જમણી બાજુ એક વ્યક્તિ ઊભો છે. સંજય નિષાદ એ વ્યક્તિ સાથે કંઈક વાતચીત કરતા હોય તેમ લાગી રહ્યું છે, તો નિષાદ પાર્ટીના અધ્યક્ષના પગ દબાવી રહેલા બંને વ્યક્તિ સામે જોઈ રહ્યા છે. આ તસવીર એકદમ સામેથી ખેચવામાં આવી છે. જો કે આ તસવીર ક્યારની છે, કોણે કયા ઉદ્દેશ્યથી ખેચી છે, તેની જાણકારી મળી શકી નથી. મંગળવારે સાંજે મોડી સાંજથી આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય નિષાદ યોગી સરકારમાં કેબિનેટ મંત્રી છે, તેમની પાસે મત્સ્ય વિભાગ જેવુ મોટું પદ છે. મંત્રી સંજય નિષાદ મોટા ભાગે પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ કેટલીક વખતથી કેબિનેટ મંત્રી પોતાની તસવીરોને લઈને વાયરલ થઈ રહ્યા છે. એ અગાઉ સંજય નિષાદનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક લોકો નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદની આરતી ઉતારી રહ્યા હતા. વીડિયોમાં મંત્રી ખુરશી પર બેઠા નજરે પડી રહ્યા હતા અને તેમને માળા પણ પહેરી હતી. કાર્યકર્તા થાળીમાં દીવો સળગાવીને તેમની આરતી ઉતારી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકો ગીત પણ ગઈ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp