ચૈત્રી નવરાત્રિ પર UPમાં સરકારી ખર્ચે થશે દુર્ગા સપ્તશતીના પાઠ, દરેક જિલ્લાને...

PC: twitter.com/ANINewsUP

યોગી સરકાર 22 માર્ચથી શરૂ થનારી ચૈત્રી નવરાત્રી પર શક્તિપીઠો અને મંદિરોમાં વિશેષ આયોજન કરશે. આખા રાજ્યના બધા મંદિરોમાં અખંડ રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવશે. તેની સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. તેના માટે બધા જિલ્લાના અધિકારીઓ અને મંડળોના કમિશનરોને નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર આ પ્રકારના આયોજન માટે બધા જિલ્લાઓને 1-1 લાખ રૂપિયા પણ ઉપલબ્ધ કરાવી રહી છે.

જિલ્લા, તાલુકા અને બ્લોક સ્તર પર આ આયોજન થશે. ખાસ કરીને આ આયોજનોમાં મહિલાઓની સહભાગિતા કરાવવામાં આવશે. જિલ્લાના અધિકારીઓને 21 માર્ચ સુધી બધી તૈયારીઓ પૂરી કરવાના નિર્દેશ આપ્યા છે. તેની સાથે જ જે મંદિરોમાં કાર્યક્રમ થશે તેમના નામ, સરનામા, મંદિરોની તસવીરો અને મંદિર મેનેજમેન્ટ સંસ્થાઓનું સંપર્ક વિવરણ શેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેને લઈને રાજ્ય સ્તર પર 2 નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે, જે આ કાર્યક્રમોને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મદદ કરશે.

સંસ્કૃતિ વિભાગના મુખ્ય સચિવ મુકેશ મેશ્રામ તરફથી નિર્દેશ જાહેર કરાયેલા આ કાર્યક્રમોમાં મહિલાઓ અને છોકરીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર આપવામાં આવ્યો છે. મંદિરોમાં જે પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે, તેમના ફોટોગ્રાફ સંસ્કૃતિ વિભાગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ આયોજનો માટે દરેક તાલુકા અને જિલ્લા સ્તર પર આયોજન સમિતિની રચના કરવામાં આવશે. આ આયોજનો માટે દરેક તાલુકા અને જિલ્લા સ્તર પર આયોજન સમિતિનું રચના કરવામાં આવશે.

જિલ્લા અધિકારીની અધ્યક્ષતા એક સમિતિ બનશે, જે એ કલાકારોની પસંદગી કરશે. કલાકાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રસ્તુતિ આપશે. આ આયોજનોમાં જનપ્રતિનિધિઓની ભાગીદારી પણ હશે. કલાકારો માટે વિભાગે 1-1 લાખ રૂપિયાની ફાળવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૈત્ર નવરાત્રિનો પર્વ 22 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન મા દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા થાય છે. આ વખત રાજ્યના દેવી મંદિરો અને શક્તિપીઠોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ, દેવી ગાયન, દેવી નારાયણ, ઝાંખીઓ અને અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવશે. સરકાર આ આયોજનો માટે દરેક જિલ્લાને 1-1 લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવી રહી છે.

મા દુર્ગાના કયા સ્વરૂપની કયા દિવસે પૂજા થશે?

નવરાત્રીનો પહેલો દિવસ: 22 માર્ચ 2023, બુધવાર, મા શૈલપુત્રીની પૂજા (ઘડાની સ્થાપના).

નવરાત્રિનો બીજ દિવસ: 23 માર્ચ 2023, ગુરુવાર, મા બ્રહ્મચારિણીની પૂજા.

નવરાત્રિનો ત્રીજો દિવસ: 24 માર્ચ 2023, શુક્રવાર, મા ચંદ્રઘટાની પૂજા.

નવરાત્રિનો ચોથો દિવસ: 25 માર્ચ 2023, શનિવાર, મા કૃષ્માંડાની પૂજા.

નવરાત્રિનો પાંચમો દિવસ: 26 માર્ચ 2024, રવિવાર, મા સ્કંદમાતાની પૂજા.

નવરાત્રિનો છઠ્ઠો દિવસ: 27 માર્ચ 2023, સોમવાર, મા કાત્યાયનીની પૂજા.

નવરાત્રિનો સાતમો દિવસ: 28 માર્ચ 2023, મંગળવાર, મા કાલરાત્રિની પૂજા.

નવરાત્રિનો આઠમો દિવસ: 29 માર્ચ 2023, બુધવાર, મા મહાગૌરીની પૂજા.

નવરાત્રિનો નવમો દિવસ: 30 માર્ચ 2023, ગુરુવાર, મા સિદ્ધિદાત્રીની પૂજા.

31 માર્ચ, શુક્રવાર, નવરાત્રી પૂર્ણાહુતિ, પારણા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp