FB LIVE કરી યોગીજી મારા બાળકોની સંભાળ રાખજો કહી વેપારીએ લમણે ગોળી મારી દીધી

વ્યાજખોરોનો આતંક માત્ર ગુજરાતમાં જ છે એવું નથી. ઉત્તર પ્રદેશના  બલિયામાં વ્યાજખોરોના ત્રાસને લીધે એક હસતો ખેલતો પરિવાર ઉજળી ગયો છે.બલિયામાં રહેતા એક વેપારીએ ફેસબુક પર લાઇવ કરીને કહ્યું કે, હું વ્યાજખોરોના ત્રાસથી પરેશાન થઇ ગયો છું અને હવે જીવવા માંગતો નથી. વેપારીએ લાઇવ વીડિયોમાં કહ્યું કે, યોગીજી મારા બાળકોની સંભાળ રાખજો. આટલું બોલીને પોતાના લમણા પર ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

ઉત્તર પ્રદેશના બલિયામાં, વ્યાજખોરોએ એક સુખી પરિવારને ઉજાળી નાંખ્યો છે. બલિયા શહેરના માલગોદામ રોડ પર રહેતા નંદલાલ ગુપ્તા બુધવારે ફેસબુક પર લાઈવ થયા હતા અને આ દરમિયાન તેમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ વીડિયોમાં નંદલાલ ગુપ્તાએ કહ્યું કે હું વ્યાજખોરોના કારણે પરેશાન છું, યોગીજી-મોદીજી મારા બાળકોનું ધ્યાન રાખજો.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ હોબાળો શરૂ થયો હતો

ગુરુવારે યોગી સરકારના મંત્રી દયાશંકરિ સિંહ નંદલાલ ગુપ્તાના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. મંત્રીએ કહ્યુ કે જે કોઇ પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વ્યાજખોરોનું વિષ ચક્ર ખતમ કરવામાં આવશે એમ મંત્રીએ કહ્યું હતું.

નંદલાલ ગુપ્તાના પત્ની મોની ગુપ્તાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને જિલ્લાના અધિકારીઓ પાસે ન્યાયની માંગ કરી છે.મોની ગુપ્તાએ કહ્યુ કે જે રીતે વ્યાજ ખોરોએ મારું જીવન ખરાબ કરી નાંખ્યું છે, મારા પરિવારને ઉજાડી નાંખ્યો છે, એ જ રીતે વ્યાજખોરોને પણ કડક સજા આપવામાં આવે.

મોની ગુપ્તાનો દાવો છે કે મારા પતિએ વ્યાજખોરેને પુરેપુરી રકમ ચૂકવી દીધી હતી, છતા આ વ્યાજખોરો મારા પતિને માનસિક રીતે પરેશાન કરતા હતા. તેમને આત્મહત્યા કરવામા માટે વિવશ કર્યા હતા.

મોની ગુપ્તાએ કહ્યું કે બધા બદમાશોને મુખ્યમંત્રી યોગી ફાંસીના માંચડે લટકાવી દે અને તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દે, જેથી ફરી કોઇ આત્મહત્યા ન કરે.મોની ગુપ્તાએ કહ્યું હતું કે બધા રૂપિયા લઇ લીધા પછી જમીન પણ લખાવી લીધી હતી. નંદલાલને બે સંતાનો છે અને BALLIA ARMS CORPORATION નામથી દુકાન છે.

નંદલાલની પત્ની મોની ગુપ્તાએ પોલીસમાં હનુમાન સિંહ, અજય સિંહ, દેવ નારાયણ સિંહ, સહજાનંદ સિંહ, અનિલ ચૌબે, રાહુલ ચૌબે, રોહિત ચૌબે, અખિલેશ પ્રતાપ, આલોક સિંહ, સુનીલ મિશ્રા, રાજુ મિશ્રા સહિત અનેક લોકોના નામ સામેલ છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.<

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.