
વ્યાજખોરોનો આતંક માત્ર ગુજરાતમાં જ છે એવું નથી. ઉત્તર પ્રદેશના બલિયામાં વ્યાજખોરોના ત્રાસને લીધે એક હસતો ખેલતો પરિવાર ઉજળી ગયો છે.બલિયામાં રહેતા એક વેપારીએ ફેસબુક પર લાઇવ કરીને કહ્યું કે, હું વ્યાજખોરોના ત્રાસથી પરેશાન થઇ ગયો છું અને હવે જીવવા માંગતો નથી. વેપારીએ લાઇવ વીડિયોમાં કહ્યું કે, યોગીજી મારા બાળકોની સંભાળ રાખજો. આટલું બોલીને પોતાના લમણા પર ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.
ઉત્તર પ્રદેશના બલિયામાં, વ્યાજખોરોએ એક સુખી પરિવારને ઉજાળી નાંખ્યો છે. બલિયા શહેરના માલગોદામ રોડ પર રહેતા નંદલાલ ગુપ્તા બુધવારે ફેસબુક પર લાઈવ થયા હતા અને આ દરમિયાન તેમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ વીડિયોમાં નંદલાલ ગુપ્તાએ કહ્યું કે હું વ્યાજખોરોના કારણે પરેશાન છું, યોગીજી-મોદીજી મારા બાળકોનું ધ્યાન રાખજો.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ હોબાળો શરૂ થયો હતો
ે
ગુરુવારે યોગી સરકારના મંત્રી દયાશંકરિ સિંહ નંદલાલ ગુપ્તાના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. મંત્રીએ કહ્યુ કે જે કોઇ પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વ્યાજખોરોનું વિષ ચક્ર ખતમ કરવામાં આવશે એમ મંત્રીએ કહ્યું હતું.
નંદલાલ ગુપ્તાના પત્ની મોની ગુપ્તાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને જિલ્લાના અધિકારીઓ પાસે ન્યાયની માંગ કરી છે.મોની ગુપ્તાએ કહ્યુ કે જે રીતે વ્યાજ ખોરોએ મારું જીવન ખરાબ કરી નાંખ્યું છે, મારા પરિવારને ઉજાડી નાંખ્યો છે, એ જ રીતે વ્યાજખોરોને પણ કડક સજા આપવામાં આવે.
મોની ગુપ્તાનો દાવો છે કે મારા પતિએ વ્યાજખોરેને પુરેપુરી રકમ ચૂકવી દીધી હતી, છતા આ વ્યાજખોરો મારા પતિને માનસિક રીતે પરેશાન કરતા હતા. તેમને આત્મહત્યા કરવામા માટે વિવશ કર્યા હતા.
મોની ગુપ્તાએ કહ્યું કે બધા બદમાશોને મુખ્યમંત્રી યોગી ફાંસીના માંચડે લટકાવી દે અને તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દે, જેથી ફરી કોઇ આત્મહત્યા ન કરે.મોની ગુપ્તાએ કહ્યું હતું કે બધા રૂપિયા લઇ લીધા પછી જમીન પણ લખાવી લીધી હતી. નંદલાલને બે સંતાનો છે અને BALLIA ARMS CORPORATION નામથી દુકાન છે.
નંદલાલની પત્ની મોની ગુપ્તાએ પોલીસમાં હનુમાન સિંહ, અજય સિંહ, દેવ નારાયણ સિંહ, સહજાનંદ સિંહ, અનિલ ચૌબે, રાહુલ ચૌબે, રોહિત ચૌબે, અખિલેશ પ્રતાપ, આલોક સિંહ, સુનીલ મિશ્રા, રાજુ મિશ્રા સહિત અનેક લોકોના નામ સામેલ છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.<
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp