હવે તમે જૂના ઘરેણાં નહીં વેચી શકો, હોલમાર્કમાં ફસાયો પેંચ, જાણી લો નવા નિયમ

PC: fortuneindia.com

જો તમારી પાસે ઘરમાં જૂના ઘરેણાં છે અને તમે તેને વેચવા કે તોડાવીને નવા ઘરેણાં બનાવવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે જરૂરી સમાચાર છે. એમ એટલે છે કેમ કે સરકારે ઘરેણાં વેચવાને લઈને નવા નિયમ બનાવી દીધા છે. ઘરમાં રાખેલી જૂની જ્વેલરી તમે ત્યાં સુધી નહીં વેચી શકો, જ્યાં સુધી તમે તેની હોલમાર્કિંગ નહીં કરાવી લો. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ, સોનું ખરીદવા અને વેચવા માટે નવા નિયમ જાહેર કરી દીધા છે.

નિયમ અનુસાર, હવે ઘરોમાં રાખેલી જૂની જ્વેલરીનું હોલમાર્કિંગ પણ અનિવાર્ય થઈ ગયું છે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલ 2023થી બધા સોનાના ઘરેણાંઓ અને કલાકૃતિઓ પર હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબર હોવો જોઈએ. જો કે, પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, હોલમાર્કિંગ નવા ઘરેણાં કે સોનાના પ્રોડક્ટ ખરીદવા પર જ લાગૂ થશે.

એક રિપોર્ટ મુજબ, સરકારે તેનાથી પણ એક પગલું આગળ વધારી દીધું છે અને હવે જૂના ઘરેણાંને વેચવા માટે પણ હોલમાર્કિંગ અનિવાર્ય કરી દીધું છે. BIS મુજબ, જે ઉપભોક્તાઓ પાસે હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાં છે, તેમને તેને વેચવા કે નવી ડિઝાઇન માટે એક્સચેન્જ કરવા અગાઉ તેને અનિવાર્ય રૂપે હોલમાર્ક કરાવવા પડશે. જૂની જ્વેલરીને હોલમાર્ક કરવા માટે ગ્રાહકો પાસે 2 વિકલ્પ છે. તેઓ BIS રજીસ્ટર્ડ જ્વેલરી પાસે જૂના, હોલમાર્ક વિનાના ઘરેણાંને હોલમાર્ક કરાવી શકે છે.

BIS રજિસ્ટર્ડ જ્વેલર હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાંને હોલમાર્ક કરાવવા માટે BIS એસેઇંગ અને હોલમાર્ક સેન્ટર લઈ જશે. ગ્રાહકો પાસે બીજો વિકલ્પ છે કે તેઓ કોઈ પણ BIS માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ સેન્ટરથી ઘરેણાઓની તપાસ કરાવીને હોલમાર્કિંગ કરાવી લે. ઘરેણાંઓની સંખ્યા 5 કે વધુ હોવા પર હોલમાર્કિંગ કરાવવા માટે ઉપભોક્તાઓએ દરેક ઘરેણાં માટે 45 રૂપિયા ચૂકવવા પડશે. 4 પીસ હોલમાર્ક કરાવવા માટે 200 રૂપિયા આપવા પડશે.

BIS પાસેથી માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દ્ર જ્વેલરીને ચેક કરીને પોતાનું સર્ટિફિકેટ આપશે. ઉપભોક્તા પોતાના જૂના હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાંને વેચવા માટે આ રિપોર્ટને કોઈ પણ સોનાના જ્વેલર પાસે લઈ જઈ શકે છે. જો કોઈ ગ્રાહક પાસે જૂના/પહેલાના હોલમાર્કના નિશાનો સાથે હોલમાર્કવાળા સોનાના ઘરેણાં છે તો પણ તેને હોલમાર્કવાળી જ્વેલરી માનવામાં આવશે. સોનાના ઘરેણાં પહેલાથી જ જૂના નિશાનો સાથે હોલમાર્ક છે તો HUID નંબર સાથે ફરીથી હોલમાર્ક કરવાની જરૂરિયાત નથી. આ પ્રકારની હોલમાર્કવાળી જ્વેલરીને નવી ડિઝાઇન માટે સરળતાથી વેચી કે એક્સચેન્જ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp